________________
૧૧૦ જેન પરંપરાનો ઈતિહાસ
પ્રકરણ વાતાવરણમાં શભવ ભટ્ટને આવતાં એકવાર તે મનમાં થઈ આવ્યું કે, ધન્ય છે આ શ્રમણને! સાચી શાંતિના ગીતે આ પ્રમાણે જ છે. અમે શાંતિ શાંતિ ગાખીએ છીએ પરંતુ સાચી શાંતિ અમારાથી તે ઘણી કરી છે. અમે તે યજ્ઞમાં નિર્દોષ પશુઓના બલિથી હાથ રંગી એ જીને અને અમારા આત્માને હૃદયવિહેણાં, ક્રર– ઘાતકી અને અશાંતિમય જ બનાવીએ છીએ. ખરેખર, આત્મકલ્યાણને સાફ-સુથરો અને ધોરી માર્ગ તે આ છે. શયંભવ ભટ્ટ આ વિચારતરંગમાં ચડી ગયા ને આ૦ શ્રીપ્રભવસ્વામી સમક્ષ આવી પહોંચ્યા. • શ્રીપ્રભવસ્વામીજીએ હિમતવદને તેમની સામે જોયું અને કહેવા માડ્યું: “મહાનુભાવ! આવી પહ? આવ, વત્સ! આવ, તું જે શાંતિની ચાહનાથી અહીં આવ્યો છે તે શાંતિ તને અહીં મળી રહેશે. તારા દિલની જિજ્ઞાસા પૂરી થશે.”
- શયંભવ ભટ્ટ આ અમૃતથીયે મીઠી અને વાત્સલ્યભરી વાણી સાંભળી પ્રમુદિત થયા. તેમણે ગુરુદેવની પાસેથી ધર્મતત્વ સમજી લઈ તરત જ શિષ્યપણું સ્વીકાર્યું. તે જૈન દીક્ષા લઈ શર્યભવ મુનિ થયા. - તેઓ વિદ્વાન તે હતા જ એટલે એમની તીક્ષણ મેધાએ ટૂંક સચયમાં જ જિનાગમવાણીનું અમૃતપાન કરી લીધું. તેઓ ચોદ પૂર્વ ભણું કૃતકેવલી બન્યા અને ગુરુજીએ તેમને આચાર્ય પદથી અલંકૃત કયો. આ શ્રુતકેવલીએ જિનાગમરૂપ અમૃતપાનના ઓડકારરૂપ જ હોય તેમ “શ્રીદશવૈકાલિકસૂત્રની રચના કરી છે તે રચનાને પ્રસંગ જે રીતે બન્યું છે તે જાણવા જેવું છે.
આ૦ શ્રીશäભવસૂરિજીએ જ્યારે દીક્ષા લીધી તે વખતે તેમની પત્ની ગર્ભવતી હતી. શય્યભવની જેની દીક્ષાએ બ્રાહ્મણ સમાજમાં ખળભળાટ મચાવ્યો હતે. તેઓ બ્રાહ્મણ સમાજમાં પિષાતી યજ્ઞહિંસાની દાંકિતા વિશે મરજીમાં આવે એ રીતે છડે. ચાક બોલતા હતા. એમાં એમનાં પત્નીને કેઈકે પૂછ્યું: “તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org