SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ચાથું] આ૦ શ્રીયંભવસૂરિ ૧૦૯ જમાને ગયે. સાપ ગયા ને લીટા રક્ષા જેવી આજની આપણી ધર્મક્રિયા છે. આજે રાજા શ્રેણિક, કેણિક, ચંડકત, ઉદાયી, ચેડા મહારાજા, દધિવાહન વગેરે રાજાઓ જેનધર્મના ઉપાસક બન્યા છે. એમણે હિંસાપ્રધાન વેદધર્મ છો , જનમત પણ એમને અનુસર્યો માટે હવે તે યજ્ઞમાં દેવાતાં બલિદાને ચેડાં જ દેખાય છે. હે શિષ્યરત્ન! આ શ્રમની ગૂઢવાણમાં ધર્મતતવ સમજવાને સાચો રહસ્યઉકેલ આ છે. હવે તને ઠીક લાગે તે કર.” શય્યભવ ભટ્ટને આ વાણીપ્રવાહ સાંભળવો ગમે. ગુરુએ ધર્મને મર્મ સમજાવ્યું તેથી એના દિલના દરવાજા ઉઘડી ગયા. ગુરુની સત્યપ્રિયતા ઉપર તે મુગ્ધ થયે પણ એને લાગી આવ્યું કે આવું જાણવા છતાં ગુરુમાં એ હિંમત, એ સાહસ અને એ બળ નથી કે હિંસાપ્રધાન યજ્ઞધર્મ છોડી વૈરાગ્યપ્રધાન આત્મકલ્યાણુદાયક શ્રમણધમરને માથે ચાલે. - શય્યભવને ગૌતમસ્વામી યાદ આવ્યા અને તેમને કુરણા થવા લાગી કે અહો ! એ તેજસ્વી બ્રાહ્મણપુત્ર અભિમાનમાં મહાવીર ભગવાનને જીતવા જતાં પતે જિતાઈ ગયા ને તેમણે શમણુધર્મ સ્વીકારી મોટી ક્રાંતિ કરી. હું પણ એ જ માર્ગે ચાલી ક્રાંતિને શંખનાદ કેમ ન ફેંકું ? હિંસાપ્રધાન યજ્ઞના કિલ્લામાં સુરંગ કેમ ન ચાંપું અને સત્યધર્મને વિજયનાદ શા માટે ન ગજાવું! બસ, શર્યાભવ પંડિત ગુરુદેવને પગે લાગી આશીર્વાદ લઈ ક્રાંતિની ધૂનમાં રસ્તે પડ્યા. તેઓ જ્યાં શ્રમણસંઘ ઊતર્યો હતે તે ઉદ્યાનમાં પહોંચી ગયા. અહીં આવીને જોયું તે પ્રમાણે ઘટાદાર વૃક્ષોની શીતલ છાયામાં જાગરૂકપણે બેઠા હતા. શ્રમણસમુદાયે આખાયે વાતાવરણને ચેતનવંતુ કરી મૂક્યું હતું. તેઓ શાસઅભ્યાસ અને ધર્મ ચર્ચા કરી રહ્યા હતા ને એ દ્વારા જગતના જીવેની દ્રવ્યશાંતિ અને ભાવશાંતિના પડદા ગજાવી રહ્યા હતા. મધુર અવનિએ સ્વાધ્યાય ચાલુ હતે. ઉદ્યાનમાંથી પુષ્પની મીઠી ફોરમ મગજને તર બનાવી રહી હતી. શમણવર્ગ આત્મકલ્યાણમાં તલ્લીન હતે. એવા ભર્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy