________________
૧૦૪
જૈન પરંપરાનો ઇતિહાસ [[ પ્રકરણ મગધ સાથે બાથ ભીડવામાં માલ નથી, મગધ જીવતું છે, ઊભું છે, તે જ તમારી રક્ષા છે.” પછી કલ્પકે એક થાળીમાં રહેલા દહીંને લાકડી મારી ફેરા ફૅદા રૂપે જુદું કર્યું. પેલે સાંધિવિગ્રહિક આમાં પણ કંઈ જ ન સમજે. તેથી કલ્પને સમજાવ્યું કે, “તમારે પક્ષ મારી પાસે મારા ભુજાબલ પાસે અને મારા સિન્યબળ પાસે આમ વેરવિખેર થઈ જશે.” કલાકે પિતાની હેડી સાંધિવિગ્રહિકની હેડીને ફરતી ત્રણવાર ફેરવી. પેલે મંત્રી આમાંય ન સમજે ત્યારે કપકે કહ્યું: “હું તમને ક્ષણવારમાં જ આમ ફરી વળીશ?” બસ, કલ્પક મંત્રી શત્રુમંત્રી સાથે આટલી વાતચીત કરી ઇમામલેર મહેલમાં આવ્યું. - શત્રુ રાજાઓએ પોતાના સાંધિવિગ્રહિકને પૂછયું : “બોલ તું શું કરી આવ્યા?” પણ સ્પષ્ટ ઉત્તર ન મળવાથી શત્રુઓ સમજ્યા કે આ સાંધિવિગ્રહિક ફૂટયો છે. કલ્પક મંત્રી ક્યાંક આપણને ઘેરી લેશે. શત્રુઓ એમ અવિશ્વાસના માર્યા ત્યાંથી ભાગ્યા. કલ્પક તરત જ કિકલા પરની સેના નીચે ઉતારી શત્રુઓનો પીછો પકડ્યો, એટલે શત્રુસેના બધું મૂકી પિતાનો જીવ બચાવવા ઊભી પૂંછડીએ નાઠી, અને મગધ સામ્રાજ્ય બચી ગયું.
એક વિદ્વાન જેનબ્રાહ્મણે પડતા મગધ રાજ્યને પિતાનાં ડહાપણ, ધીરતા, વીસ્તા અને દઢતાથી આ રીતે ઉગારી લીધું.
બીજે દિવસે રાજા અને પ્રજાએ મહામાત્ય કલ્પકને સાચા મોતીએ વધાવ્યું. એને મગધને પ્રભુ માન્ય અને લખી આપ્યું કે “નંદવંશમાં સદાયે કહ૫ક વંશને જ મંત્રી રહે ને રાજ્યતિલક પણ સૌ પહેલાં કલ્પક વંશને બાળક જ કરે.”
કપકે વિરોધી મંત્રીને પણ ક્ષમા અપાવી અને અહિંસા તથા સત્યને વિજયડંકો વગડાવ્યું. રાજાએ અને પ્રજાએ એણે અપનાવેલા જૈનધર્મને સ્વીકાર્યો, આથી નંદરાજ્યમાં જૈનાચાર્યોનાંજેનશ્રમનાં સત્કાર અને સન્માન વધ્યાં.
કલ્પકે ફરી વાર સરહદી રાજાઓને તાબે કર્યા. સામે તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org