________________
ત્રીજું] આર્ય શ્રી પ્રભવસ્વામી
શ્રીમાલી અને પિવાડાનું આ ઉત્પત્તિ સ્થાન છે. ભિન્નમાલના ગૂર્જરવશે ગૂજરાજ્ય સ્થાપ્યું છે, તે સમયે ભિન્નમાલથી પંચાસર સુધીને પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાતા હતા, પણ વનરાજ ચાવડાએ પાટણમાં રાજધાની સ્થાપી ત્યારે ગુજરાતને સીમા બદલાયે. ચક્રવતી સિદ્ધરાજ જયસિંહ અને ચક્રવર્તી કુમારપાલે તેને ખૂબ વિસ્તાર્યો છે. આજે ભિન્નમાલને પ્રદેશ મારવાડમાં મનાય છે.
એમ આ સ્થાન અનેક પ્રાચીન ઈતિહાસ, સ્થાપત્ય અને વિવિધતાથી ભરેલું છે.
આ સયા તીર્થ–શ્રીમાલના રાજકુમાર સુંદર અને મંત્રી પુત્ર ઉડે ઉપકેશ (એસિયા) નગર વસાવ્યું. આ રત્નપ્રભસૂરિએ ત્યાં ૧૮૦૦૦૦ નવા જેને બનાવ્યા, જે ઉપકેશ નગરના હેવાથી એસવાળ જૈન તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ રત્નપ્રભસૂરિએ અહીં વીર સં. ૭૦માં મહા સુદિ ૫ ગુરુવારે ભગવાન શ્રીમહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી, ત્યારથી આ તીર્થ બનેલું છે. આચાર્યશ્રીએ અહીં ચામુંડાદેવીને જૈન બનાવી સચ્ચિક નામ આપી, એસવાલની કુલદેવી તરીકે સ્થાપી. તેની આ મંદિરની દેરીમાં પ્રતિષ્ઠા કરી હતી. ત્યાર પછી શ્રીસંઘે પરદેશી હુમલો થયે ત્યારે ભગવાનની પ્રતિમા ઉઠાવી લીધી હતી અને પછી કેઈએ તેને સ્થાને સચિકાને બેસાડી દીધી હતી.
કેરટાજી તીર્થ–આ. શ્રી રત્નપ્રભસૂરિએ વીર સં. ૭૦ મહા સુદિ ને ગુરુવારે જે મુહૂર્ત એસિયામાં ભગવાન શ્રીમહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરી, તે જ દિવસે ને તે જ મુહુતે કેરટામાં પણ ભગવાન શ્રી મહાવીરસ્વામીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી, ત્યારથી આ સ્થાન પણ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે.
આ સિવાય વાઘાણી તીર્થ પણ ઉપકેશગચ્છીય આચાર્યથી પ્રતિષ્ઠિત થયેલું પ્રાભાવિક તીર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org