________________
૯૮
જૈન પરંપો ઇતિહાસ [ પ્રકાશ
જૈન મંત્રીશ '. રાજા શ્રેણિકને મહાબુદ્વિનિધાન મંત્રીશ્વર અભયકુમાર હતે. ત્યારપછીના નંદવંશના નવે નંદ રાજાઓના રાજકાળમાં એક મહાપ્રતાથી શક્તિશાળી અને દુદત રાજ્યકર્તા ભત્રીવશ થયે છે, જેની ખ્યાતિ આજ સુધી ગવાય છે. એને આદિપુરુષ છે મંત્રીશ્વર કલ્પક.
નંદવંશની શરૂઆત શ્રી જંબૂસ્વામીના નિર્વાણ પહેલાં થઈ છે, જ્યારે કપક મંત્રી તે ત્યારપછી ઘણે વર્ષ નંદને મંત્રી બને છે. એટલે આપણે મંત્રીવંશને શ્રીપ્રભવવામીના શાસનકાળમાં મહીએ એ ઉચિત છે.
કહપક મંત્રીના પિતાનું નામ કપિલ હતું. તે જાતિ બ્રાહ્મણ હતે. ફયિહ પરમ વેદાન્તી, છાશતત્વને જાણકાર અને કપાસ હતા, યશન્યાગ, હોમ-હજ એને ઘેર નિરંતર થયા કરતા. પાટલીપુત્ર નગરના દરવાજા બહાર અને શાનની પાસે જ એનું નાનકડું સાદું મકાન હતું. એકવાર એક સમર્થ જૈનાચાર્ય વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા, સંધ્યા સમય થવાની તમારી હતી. સુરિજીએ અવસર નેઈ કપિલ બ્રાહ્મણનું માન ચાચી, કવિ ત્યાં જ પસાર કરી.
કમિલ વેવિશારદ અને વિદ્વાન હતા. તેણે તે સૂરિજી પાસે આવી પ્રશ્નોની અહી જરસાવી, પરંતુ સૂરિનવ કંઈ બન્યા જાય તેવા નહોતા. તેઓ કુશળ શાસ્ત્રવેત્તા અને સ્યાદ્વાદ જ્ઞાનથી પરિશુદ્ધ બુદ્ધિવાળા વિદ્વાન હતા. તેમણે કપિલના પ્રશ્નોનો જવાબ આપે, તેની શંકાએ ટાળી અને વિતરાગદેવની વાણીતું અમૃત પાન કરાવ્યું. ઉપદેશ સાંભળી કપિલ પ્રાન થશે. એને મનમાં થયું કે આત્માને સારો અવાજ સંભળાય છે. માયાને ભેદી સત્ય બ્રહ્મતત્વ યાને સંપૂર્ણ આત્મતત્વનાં દર્શન સૂરિજીની વાણીમાં નિહાળાય છે. એ ધર્મોપદેશથી એને જૈનધર્મ ઉપર શ્રદ્ધા જન્મી એટલું નહિ પણ કવિ બ્રાહ્મણે જૈનધર્મને કવીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org