________________
૯૬ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ આસડ પણ આ જ નગરની પોરવાડ જ્ઞાતિને જેન હતું, જે સમર્થ કવિ લેખાય છે. અહીં પાશ્વનાથનું વિશાળ મંદિર હતું, જેમાં મૂળનાયક તરીકે ભગવાન પાર્શ્વનાથની ધાતુની મૂર્તિ હતી, જે બહુ ચમત્કારિક અને મેટી હતી. મુસલમાનેને હુમલો થયો ત્યારે સંઘે તેને આભૂષણ પહેરાવી ભોંયરામાં ભંડારી દીધી હતી. વિ. સં. ૧૯૫૧માં દેરાસરની ઇંટે ખોદતાં તે પ્રતિમાજી, એક સમોસરણુ ભગવાન શ્રી મહાવીરસ્વામીનું બિંબ, સરસ્વતીની મૂર્તિ વગેરે આઠ મૂર્તિઓ મળી હતી. મહેતા લક્ષમણદાસ તથા ભાવડારગચ્છના પંન્યાસજીએ ત્યાં જઈ તે પ્રતિમાજી વગેરેને લાવી, ભગવાન શાંતિનાથના દેરાસરમાં પધરાવ્યાં. જાલેરને મુસલમાન સૂ ગજનીખાન તે પ્રતિમાજીને જાલોર લઈ ગયે અને
એક લાખ પીરાજી દ્રવ્ય આપશો તે પ્રાતમાજી મળશે” એમ તેણે શરત મૂકી. આ વખતે નીતિ ગામના સંઘવી વજરંગે પ્રતિજ્ઞા કરી કે, “પ્રતિમાજી મળે તો જ અન્નજળ લેવા” આથી ધરણેન્દ્ર આવી પ્રથમ સંઘવીની દઢતાની પરીક્ષા કરી અને પછી સૂબાના મહેલમાં ઉપદ્રવ મચાવ્યા. પરિણામે સુબાએ પ્રતિમાજીને સિંહાસને બેસાડી સલામ કરી સંઘને સુપ્રત કર્યો અને સંઘ તેને ભિન્નમાલ લઈ આવ્યું. સં. વજરંગે તેર મહિને પારણું કર્યું, માટે મહત્સવ કર્યો અને સંઘે નવું દેરાસર બનાવી તેમાં પ્રતિમાજીને પૂર્વાભિમુખ સ્થાપિત કર્યા. (જેન સત્ય પ્રકાશ ક્રમાંક ૧૪૭)
નિકેલસ ચુફલેટ નામના અંગ્રેજી વેપારીએ ઈ. સ. ૧૯૧૧માં જાલોરથી અમદાવાદ સુધીનું પ્રવાસવર્ણન આપ્યું છે. તે જણાવે છે કે “આજે ભિલમાલના કેટને વિસ્તાર ૩૬ માઈલને છે.
“અહીં અક્ષયકૂપ, જગસ્વામીનું મંદિર અને બીજા જિનાલયે એમ અનેક પ્રાચીન સ્થળ છે.”
આ સ્થાન નકશામાં અક્ષાંશ ૨૪-કર અને રેખાંશ ૭૨-૪ ઉપર વસેલું છે, જે આબુથી ૫૦ માઈલ દૂર પશ્ચિમ દિશામાં છે.
( “બુદ્ધિપ્રકાશ” પુ. ૯૭, અં. ૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org