________________
જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરનું પછી તેણે અંદર નજર નાંખી તે વચમાં એક મોટે અજગર માં ફાડીને બેઠા હતા. ચારે બાજુ ચાર મોટા સાપ તેની સામે તાકી રહ્યા હતા. તેઓ પણ ફણાને આટેપ સજી જીભના લબકારા મારી રહ્યા હતા. એક કાળો અને એક છે એમ બે ઉંદરડા તે ડાળને કાપી રહ્યા હતા. હાથી આ માણસને ન પકડી શકવાથી ગુસ્સામાં આવી, વડના ઝાડને કંપાવી રહ્યો હતે. વડની ઠેઠ ઉપરની શાખા ઉપર એક મધપુડે હતે. હાથીએ ઝાડને હલાવતાં તે મધપુડાની માંખીઓ ઊડીને એ મનુષ્યને ડમી રહી હતી. એ માણસના માથા ઉપર મધપુડામાંથી મધનાં ટીપાં પડતાં હતાં, જે ભાલ સ્થલ ઉપર થઈ મોંમાં જવા માંડ્યા. પેલા માણસને આ ટપાને રસ લાગે. નીચે રહેલા અજગર અને સાપ ભક્ષણ શોધી રહ્યા છે. ઉપર ઉંદરડા ડાળને કાપી રહ્યા છે, હાથી ઝાડ ઉખેડવા પ્રયત્ન કરે છે અને માખીઓ કરી રહી છે, એ બધાને ભૂલી જઈ એને મધના ટીપામાં રસ લાગે છે. એને બીજું સૂઝતું જ નથી. મુસાફરને હવે આમાં કયાંય સુખ છે ખરું! આને ઉપનય સાંભળઃ
આ જંગલ તે સંસાર છે, મનુષ્યજન્મ તે કુવો છે, હાથી તે મૃત્યુ છે, અજગર તે નરક છે, ચાર સાપ તે ચાર કષા છે. વડનું વૃક્ષ તે આયુષ્ય છે, ઘેળા અને કાળા ઉંદર તે શુકલપક્ષ અને કૃષ્ણપક્ષ છે અથવા રાત્રિ-દિવસ છે, મધમાખીઓ તે ઉપાધિઓ છે. હવે કદાચ કોઈ દૈવી પુરૂષ કે વિદ્યાધર એને બચાવવા આવે તો તે છૂટવા પ્રયત્ન કરે કે ન કરે?”
પ્રભવ-આવી આપત્તિમાંથી છૂટવા કે પ્રયત્ન ન કરે?” - જબ કુમાર:–“ ત્યારે ભાઈ1 સુધમવામી ગણધર મને તારનાર મળ્યા છે, પછી હું આ વિપત્તિમાંથી બચવા કેમ ન ઈચછું?”
પ્રભાવ:–“પણ ભાઈ! તારા માતાપિતા અને આ સ્ત્રીઓ તારા ઉપર અત્યંત નેહવાળાં છે, તે આ કઠેર થાય છે. આવા નેહી અને સગાંઓને સ્નેહ તર છેડે છે એ ઠીક નથી.”
જંબૂ કુમાર:–“ આ સગાં અને સ્નેહીએ તે સંસારમાં ડુમાડનારાં છે. એમના ઉપર પ્રેમ છે? સંસારમાંથી બહાર કાઢે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org