________________
ત્રીજું]
આર્ય શ્રી પ્રભવસ્વામી ગયાં છે, એ બધા સ્થિર થઈ ગયા છે. પ્રભવ આ વિચિત્રતાને સમજી જઈને કહેવા લાગ્યું, “વિંધ્યરાજનો પુત્ર પ્રભાવ છું, આજથી તમારી અને મારી મૈત્રી સમજજે. હું બધું ધન મુકાવી દઉં છું. વળી તમે તમારી તંભની” અને “મોક્ષણ” વિદ્યા મને આપે અને હું મારી અવસ્થાપિની” અને “તદ્દઘાટિની વિદ્યા તમને આપું.”
પછી તે બન્ને વચ્ચે નીચે પ્રમાણે રસિક વાર્તાલાપ ચાલ્ય.
જંબૂ કુમારા–“મહાનુભાવ! નથી મારે કઈ વિદ્યા જોઈતી કે નથી મારે તમારી કે વિદ્યા લેવી. મારી પાસે પણ કોઈ વિદ્યા નથી. હું તે આવતી કાલે સવારમાં જ સંસાર છોડી સાધુજીવન સ્વીકારવાનો છું. હમણાં પણ હું “ભાવસાધુ” થયેલ છું. મને આજે શરીર ઉપર મમત્વ રહ્યું નથી પછી આ સંપત્તિ અને વૈભવની મારે શી જરૂર હોય? હું તે આત્મસંપત્તિને અથ .”
પ્રભવા–“બધા ઉપરથી અવસ્થાપિની વિદ્યા ઉઠાવી લઉં છું. પરંતુ હું તને વિનવું છું કે આ માતાપિતા અને નવી પર પેલી સ્ત્રીઓને ત્યાગ કરી એકદમ દીક્ષા લેવી ઉચિત નથી, તેમના ઉપર દયા રાખ. તું વિવેકી છે, પછી કેમ લાંબો વિચાર નથી કરતે? તું સંસાર લેગવ્યા પછી દીક્ષા લેજે, પરંતુ હમણાં ઉતાવળ ન કરતે.”
જંબૂ–“મહાનુભાવ! વિષય સુખ દુઃખથી જ ભરેલું છે. એ દુઃખમય સંસાર ભેગવવાથી શું લાભ છે? સંસારમાં તે મધુબિન્દુના દૃષ્ટાંત જેવી દશા છે. તદ્દન આહ૫ સુખ છે અને પારાવાર દુખ છે. છતાંય આશા છૂટે નહિ અને સુખની આશાએ જીવ દુઃખી થયા જ કરે. આ માટે મધુબિન્દુનું દષ્ટાંત સાંભળ:
એકવાર એક મુસાફર પરદેશ જતે હતે વચમાં મોટું જંગલ આવ્યું અને એક હાથી તેને મારવા પાછળ દોડ્યો. મુસાફર આગળ દોડે છે અને પાછળ હાથી દોડી રહ્યો છે. આખરે મુસાફરે બચવા માટે એક કૂવામાં પડતું મૂક્યું. કુવા ઉપર એક વડનું ઝાડ હતું, તેની એક ડાળ કુવામાં લટકતી હતી. તેને તેણે પકડી લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org