________________
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ અને કબાટનાં મજબૂત તાળાં પણ ક્ષણવારમાં તેડી નાખે. એટલે મનમાન્ય ધન લઈ લેવાતું. એને સમાચાર મળ્યા કે રાજગૃહીમાં અષભદત્ત મોટો કરોડપતિ શેઠ છે. તેને એકને એક જબ નામને પુત્ર છે. પુત્રનું અમુક દિવસે રાજગૃહીના આઠ શ્રીમંતેની આઠ કન્યાઓ સાથે લગ્ન થવાનું છે. કન્યાદાનમાં પણ તેને ખૂબ ધન મળશે, માટે તે દિવસે જે એને ઘેર ધાડ પાડીએ તે પૂરો લાભ મળે અને જિંદગીનું દળદળ ફાટી જાય.
જંબૂકુમારનું લગ્ન થઈ ગયા પછી રાતે જ્યારે ઘરનાં બધાં માણસે શાંતિથી નિંદાદેવીને ખાળે આળોટતાં હતાં ત્યારે પ્રભાવ પિતાની ૫૦૦ ની ટેળી સાથે બરાબર લાગ જોઈ રાષભરતના મહેલમાં આવી પહોંચે. નિદ્રાધીન થયેલા દરેકને અવસ્થાપિની વિદ્યાથી પૂરા ઉંઘાડી દઈ તે ઉપરના માળામાં આવ્યો. ત્યાં એને એમ થયું કે, જબ કુમાર અહીં પોતાની નવેઢા વધૂએ સાથે પ્રેમોષ્ઠિ–વાર્તાલાપ કરતે હશે. પરંતુ અહીં આવતાં જ એણે વૈરાગ્યની અને દીક્ષાની વાતો થતી સાંભળી આશ્ચર્ય થયું. વાર્તાલાપ પૂર્ણ થયા પછી એણે પોતાની અવસ્થાપિનીથી આઠે સ્ત્રીઓને તે નિદ્રાધીન કરી દીધી, કિન્તુ જબ કુમારને એ વિદ્યાની અસર થઈ ન હતી. પ્રભાવના સાથીદારોએ તાલેદ્દઘાટિની વિદ્યાને ઉપગ કરી તાળાં તેડી કિંમતી ઝવેરાત, દાગીના અને ધનની ગાંસડીઓ બાંધી લીધી.
જંબૂ કુમારે આ બધું જોયું. તેણે ખૂબ શાંતિથી સ્વસ્થ ચિત્તે, નવકાર મંત્ર જાપ શરૂ કર્યો એટલે ક્ષેત્રદેવે જંબૂના પુણ્યપ્રભાવથી આકર્ષાઈ બધાય ને સ્થિર કરી દીધા. આમ એકાએક જકડાઈ પડેલા ચારે ચંકી ઊઠયા. ત્યાં તે જબ કુમારે ધીર અને ગંભીર વાણીથી કહ્યું, “મહાનુભા! જાણું છું. આ સૂતેલાઓમાંથી કોઇને તમે હાથ ન અડાડશે.” આ સાંભળી પ્રભવ ચમક્યો કે શું મારી વિદ્યાની અસર આ જંબુ કુમારને નથી થઈ? બીજી બાજુ મારા સાથીદારની આ દુર્દશા? આ બધાનાં શરીર થાંભલાની જેમ અકડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org