________________
પ્રકરણ ત્રીજું આર્ય શ્રીપ્રભવસ્વામી
આપણે આજે બૂસ્વામીના પ્રકરણમાં જઈ ગયા કે પ્રભવનામક ચાર અને તેના ૪૯ સાથીદારે પણ જંબૂસ્વામીથી પ્રતિબંધ પામ્યા હતા. આ એ જ પ્રભવસ્વામી છે જે ભારતીય ઈતિહાસમાં વિરલ ગણાતા મનુષ્યમાંના એક છે. તેઓ પતિત જીવનમાંથી એકાએક પતિતેહારક બને છે ને “કમે સૂરા સે ધમે સૂરાની કહેવત ચરિતાર્થ કરી બતાવે છે. આ મહાત્માનું જીવન રામાયણના કર્તા શ્રી વાલમીકિના જીવનને ઘણેઅંશે મળતું આવે છે.
વિધ્યાચલની પહાડીની નજીકમાં જ જયપુર નામે નગર હતું. ત્યાં વિંધ્યરાજ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રભાવ કુમાર અને પ્રભુકુમાર (વિનયંધરકુમાર) નામે બે પુત્રો હતા. તેમનું ગોત્ર કાત્યાયની હતું. પ્રભવમારનો જન્મ વીરસંવત પૂર્વે ૩૦ માં થયેલ હતું. તે બચપણથી જ મહાતેજસ્વી અને પ્રતાપી હતું. તેને રાજ્યગાદીને હક્ક હોવા છતાંયે પિતાએ નાના કુમાર ઉપરના પ્રેમથી તેને સુવરાજપણાને હક્ક ડુબાડીને નાના પુત્રને રાજ્ય આપ્યું. આથી પ્રભવને પારાવાર દુઃખ થયું, તેમ ગુસ્સો પણ ચઢયો અને તે રાજ્ય છોડી ચાલી નીકળે. રસ્તામાં તેને બીજા જ સાથીદારો મળ્યા. કુલ ૫૦૦ ની એ ટેળીએ લંટને ધધો શરૂ કર્યો. તે મગધમાં આવીને લૂંટ કરવા લાગ્યો. એવામાં તેને અવસ્થાપિની અને તાલઘાટિની એ બે વિદ્યાઓ મળી. અવસ્થાપિની વિદ્યાથી જ્યાં ચોરી કરવા જાય ત્યાંના માણસને ઊંઘમાં સુવાડી છે, અને તાલાઘાટિની વિદ્યાથી મકાનનાં, તિજોરીનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org