________________
29
ત્રીજું ].
આર્ય શ્રી બૂસ્વામી - ઉદાયી મહાન ધર્માત્મા, પ્રતાપી અને પ્રભાવી હતે. જૈન ધર્મના પ્રચાર માટે એણે સારે ફાળો આપ્યો હતો.
નંદવંશ મગધની ગાદીએ આવેલ નંદવંશ પણ પ્રસિદ્ધ રાજવંશ છે.
પ્રથમ નંદ રાજા તે એક હજામને પુત્ર હતું. એને એક વાર એવું સ્વપ્ન આવ્યું કે, “પાટલીપુત્રને પિતે પોતાના આંતરડાથી વીટી લીધું.” આ સ્વપ્નનું ફળ એક બ્રાહ્મણ પંડિતને પૂછયું. તે બ્રાહ્મણ પંડિતે કહ્યું કે, “તું મારી પુત્રી સાથે પરણે તે હું એનું ફળ કહું.”
હામપુત્રે તે કબૂલ રાખ્યું. પંડિતની પુત્રીને તે પર. પછી પેલા તિષીએ કહ્યું કે, “તને રાજ્ય મળશે.” ટૂંક મુદતમાં જ ઉદાયી રાજા મૃત્યુ પામતાં એના મંત્રીઓએ નક્કી કર્યું કે, જેના ઉપર હાથણ કળશ ઢળે તે રાજા થાય. હાથણીએ આ હજામપુત્ર ઉપર કળશ ઢે અને ચામર ધર્યો એટલે મંત્રીઓએ તેને રાજા બનાવ્યા, જે પહેલા નંદ કહેવાયે.
શરૂઆતમાં આ હલકા શુદ્ધકુળના રાજાની આજ્ઞા કઈ માનનું નહોતું પણ એના પુણ્યથી આકર્ષાઈ દેવે સહાય કરી અને પથ્થરના ચેપદારએ જીવંત સૈનિકે બની વિરોધીઓને ડાર્યો, દબાવ્યા અને માર્યા ત્યારથી નંદ રાજાની ધાક બેસી ગઈ.
આ નંદવંશમાં એક પછી એક નવ નંદ રાજાઓ થયા છે. વિદ્વાને કહે છે કે તેઓ જેનધમી હતા.
આ નંદવંશના સમયમાં પ્રસિદ્ધ જૈન મંત્રી વંશ થયો છે, જેમાં કલ્પક આદિ મંત્રીઓ થયા છે. તેમનો અતિમ મંત્રી શકટાલ અને તેને પુત્ર સિરિયક થયા છે.
નંદવંશ લગભગ ૫ વર્ષ મગધની ગાદી પર રહેલ છે. છઠ્ઠા નંદ રાજાને જીતી મંત્રીશ્વર ચાણક્ય મૌર્ય ચંદ્રગુપ્તને પાટલીપુત્રની ગાદીએ બેસાડ્યો ને નંદવંશને નાશ કર્યો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org