________________
જૈન પરંપરાને ઈતિહાસ વસાવી તેને શજધાનીનું નગર બનાવ્યું. એ નગરમાં તેણે પહેલું જ સુંદર જૈન મંદિર બનાવ્યું. (જુઓ: પૃષ્ઠ ૭૮) તેમજ રાજમહેલ વગેરે બનાવ્યા અને શુભ મુહૂર્ત પાટલીપુત્રમાં પ્રવેશ કર્યો. નગરમાં અનેક પોષધશાળાઓ અને બીજા જિનાલયે પણ બંધાવ્યાં હતાં. રાજા ઉદાયી પરમ જૈન હતા, તે ચાર મેટી પર્વતિથિઓએ ઉપવાસ કરીને પૌષધમાં રહેતા હતા.
રાજ ઉદાયીએ એક સામંત રાજાને મારી તેનું રાજ્ય ખાલસા કર્યું હતું. તેને પુત્ર અવન્તી ગયે અને અવન્તીપતિની ઈછા તેમજ સહાયતાથી ઉદાયી રાજાને મારવા પાટલીપુત્ર આવ્યું. રાજા ઉદાયી પરમ જેન હતો એટલે સામંતપુત્ર જેનાચાર્ય પાસે જઈને જૈનદીક્ષા લીધી. તે ગુરુની બહુ જ સેવા કરીને “વિનયરનમુનિ” નું ગૌરવ પામે.
એકવાર રાજાએ પોતાના રાજમહેલમાં પતિથિને પોષધ કર્યો હતે. આચાર્ય મહારાજ વિનયરત્ન મુનિને સાથે લઈ રાજમહેલની પૌષધશાળામાં પધાર્યા. દિનભર રાજાએ ધર્મારાધન કર્યું અને એક પહોર રાત ગયા પછી તે સંથારપારસી ભણાવીને સૂતે. પછી તે મધ્ય રાતે વિનયરત્ન મુનિએ ઊડી, પિતે છુપાવી રાખેલી છરી લઈ સુતેલા ઉદાથી રાજાની છાતીમાં ભેંકી દીધી. રાજા તરત જ સાવધ થઈ “અરિહંત, અરિહંત” ઉચ્ચારતો સમાધિપૂર્વક મૃત્યુ પામી સવગે ગયે. રાજાના શરીરનું લેહી સૂરિજીના આસન સુધી પહેર્યું ત્યારે સૂરિજીએ જાગીને જોયું તે શિષ્ય ન મળે. ઊઠીને તપાસ કરતાં એમને જણાયું કે મુનિએ રાજાને ઘાત કર્યો છે. આચાર્યશ્રીએ પરિસ્થિતિને સમજી જઈ શાસન અવહેલનાનું નિમિત્ત જોઈએ જ છરીથી પોતે પણ આત્મહત્યા કરી લીધો. '
મહારાજા ઉદાયીનું મૃત્યુ વીર સં. ૬૦ લગભગમાં થયું. એને કે પુત્ર નહોતે, એટલે મંત્રીઓએ એની ગાદીએ બેસાડવા માટે ગ્ય પુરુષની પૂરેપૂરી તપાસ કરી હતી, અને “હાથણી જેના ઉપર કળશ ઢળે તે રાજા બને” એ રીતે ઉદાયી રાજ પછી મગધની ગાદીએ નંદવંશ સ્થાપિત થયે હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org