________________
બીજું ]
આર્ય બીજ બૂસ્વામી તેણે અનાયશના રાજપુત્ર આદ્રકુમારને પણ આકષી લઈ જૈનધમી બનાવ્યો હતો. આખરે એ રાજકુમારની દીક્ષામાં પણ પિતે સહાયક બન્યું હતું.
અભયકુમારને માતા તરફથી જેનધર્મના દઢ સંસ્કાર માયા હતા અને રાજગૃહીમાં આવ્યા પછી ભગવાન શ્રી મહાવીર સ્વામીના ઉપદેશથી તેની ધર્મશ્રદ્ધામાં ખૂબ જ વધારો થયે હતે. મગધના રાજમહેલમાં જૈનધર્મના પ્રચાર માટે એને ફાળે અપૂર્વ છે એમ કહીએ તો એમાં લગારે અતિશયોક્તિ નથી.
અભયકુમારને દીક્ષા લેવાનું ઘણું મન હતું પણ પિતા તેમને રજા નહોતા આપતા. છતાં આખરે એકવાર મહારાજા શ્રેણિકે એક આકસ્મિક પ્રસંગને લીધે ગુસ્સામાં કહ્યું કે, “બસ, તું ચાલ્યું જા” અભયકુમારે આ શબ્દમાં પિતાની આજ્ઞા માની લીધી અને તરત જ બધું મૂકી દઈ ભગવાન શ્રીમહાવીરસ્વામી પાસે આવી હતી દીક્ષા ગ્રહણ કરી. શ્રેણિક રાજાને પોતાની ભૂલ સમજાતાં પાછળથી ઘણે જ પશ્ચાત્તાપ થયા, પરંતુ અભયકુમારે તો દીક્ષા લીધી જ હતી એટલે હવે કેઈ ઉપાય રહ્યો ન હતું. અભયકુમારની માતાએ પણ દીક્ષા લીધી હતી.
અભયકુમારને રાજા થવું ગમતું નહોતું. એમને મુનિ-મહારાજા થવાનું ગમ્યું એટલે જ રાજવૈભવ છોડી તેમણે દીક્ષા લીધી. તેમણે સારી રીતે દીક્ષા પાળી અને અંતે સળગે ગયા. - અભયકુમારને પવગુત્તરી જ હતી. આજે પણ દરેક જેને ગૃહસ્થ દીવાળીના દિવસે પડાપૂજનમાં “ અભયકુમારની બુદ્ધિ હજો” એમ લખીને એમને ભક્તિ અને પ્રેમથી નવાજે છે.
મગધરાજ ઉદાયી મગધસમ્રાટ કેણિક અને રાણી પદ્યાવતીનો પુત્ર ઉદાયી મહાભાગ્યશાળી અને પરમ જેનધમી રાજા થયા છે. કેણિકના મૃત્યુ પછી પિતાના શોકથી દુઃખી થયેલા ઉદાયીએ મંત્રીઓના કહેવાથી ચંપાનગરીને છે નવું પાટલીપુત્ર નગર યાને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org