________________
જૈન પરંપરાને ઇતિહાસ # પ્રકરણ છે. મહારાજા કેણિક આજ સુધી બૌદ્ધભક્ત હતી તે હવે ભગવાન શ્રીમહાવીરને પરમ ભક્ત બને છે અને ચંપાપુરીમાં દેવોને પા દુર્લભ એ ભગવાન શ્રીમહાવીરદેવને પ્રવેશોત્સવ કરે છે. આ વખતે અંગ દેશમાં પણ જૈનધર્મને ખૂબ વધુ પ્રચાર થયા છે.
મહારાજા કેણિક બહુ તેજસ્વી પ્રતાપી અને પ્રભાવશાલી હિતે. તેણે અંગ, અંગ, મગધ, વિદે, કાશી, કોથલ, કાલાંબી, મથુરા સુધી પોતાને રાજધ્વજ ફરકાવ્યો હતો. આખરે ત્રણ ખંડેથીયે વધુ ભૂમિ જીતવા માટે જતાં તે તમિસ્ત્ર ગુફાના દ્વારમાં જ મૃત્યુ પામ્યા હતા. આ રાજાનાં અશોકચંદ્ર, અજાતશત્રુ, કૃણિક અને કેણિક વગેરે નામો મળે છે.
અભયકુમાર અભયકુમાર રાજા શ્રેણિકને સૌથી મોટા પુત્ર હતે. શ્રેણિકના રાજકાળમાં તે યુવરાજ હતે. શ્રેણિક કુમારાવસ્થામાં
જ્યારે બેન્નાતટ ગયે હતો ત્યારે ત્યાંના વણિકની ભાગ્યશાળી સુપુત્રી નંદાને પરણ્યા હતા અને પાછળથી ત્યાં જ અભયકુમારને જન્મ થયે હતે. તે બચપણથી જ બહુ બુદ્ધિશાળી અને તેજસ્વી હતું. તેણે રાજગૃહીમાં આવી પિતાના પિતાને બુદ્ધિબળથી જ આશ્ચર્યાન્વિત બનાવ્યા પછી જ તેમને પુત્ર હવાને પરિચય પોતે આપ્યો હતો અને પોતાની માતાને પણ રાજગૃહી બોલાવી પટ્ટરાણ તરીકેનું માનવંતુ સ્થાન અપાવ્યું હતું. આગળ જતાં અભયકુમાર રાજા શ્રેણિકનો મહામંત્રી બન્યા હતા.
મહામંત્રી અભયકુમારે પિતાના બુદ્ધિબળથી માલવરાજ ચડપ્રદ્યોતને મહાત કર્યો હતે. વિશાલાના મહારાજા ચેટક રાજાની કન્યા ચેલણાને પોતાના પિતાની રાણી બનાવી હતી અને પોતાની બુદ્ધિથી મગધ સામ્રાજ્યને એકછત્ર મહારાજ્ય બનાવ્યું હતું. ભારતીય ઇતિહાસમાં મગધને મહારાજ્યનું ગૌરવવંતુ સ્થાન અપાવવાનું માન અભયકુમારને જ ઘટે છે.
આ છે કાકીમાં
જ તેમને
જગા બાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org