SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ - તત્ત્વાર્થસૂત્ર આવીને જ ભાંડે, ત્યારે એમ ચિંતવવું કે બાલ લોકેામાં તો એમ હોવાનું જ; એ પોતાના સ્વભાવ પ્રમાણે કરે છે, વિશેષ કાંઈ નથી કરતે; સામે આવી ભાડે છે, પણ પ્રહાર નથી કરતો એ લાભમાં જ લેખું છે, એ જ પ્રમાણે જે કઈ પ્રહાર કરતો હોય, તો પ્રાણમુક્ત ન કરવા બદલ તેનો ઉપકાર માનવો, અને જે કઈ પ્રાણમુક્ત કરતો હોય, તે ધર્મભ્રષ્ટ ન કરી શકવા ખાતર લાભ માની તેની દયા ચિંતવવી. એ પ્રમાણે જેમ જેમ વધારે મુશ્કેલી ઊભી થાય, તેમ તેમ વિશેષ ઉદારતા અને વિવેકવૃત્તિ વિકસાવી ઉપસ્થિત મુશ્કેલીને નજીવી ગણવી, તે બાલસ્વભાવનું ચિંતન. (૫) કેઈ ગુસ્સે કરે ત્યારે એમ ચિંતવવું કે, આ પ્રસંગમાં સામે તે માત્ર નિમિત્ત છે, ખરી રીતે એ પ્રસંગ મારાં પોતાનાં જ પૂર્વકતા કર્મનું પરિણામ છે; તે પિતાનાં કરેલાં કર્મનું ચિંતન. (૪) કઈ ગુસ્સો કરે ત્યારે એમ ચિંતવવું કે, ક્ષમા ધારણ કરવાથી ચિત્તમાં સ્વસ્થતા રહે છે; તથા બદલે લેવા કે સામા થવામાં ખર્ચાતી શક્તિ સચવાઈ તેનો ઉપયોગ સન્માર્ગે શક્ય બને છે; તે ક્ષમાના ગુણોનું ચિંતન. ૨. ચિત્તમાં મૃદુતા અને બાહ્ય વ્યવહારમાં પણ નમ્રતા વૃત્તિ તે માર્દવ.” આ ગુણ મેળવવા માટે જાતિ, કુલ, રૂપ, ઐશ્વર્યમોટાઈ વિજ્ઞાન-બુદ્ધિ, કૃત-શાસ્ત્ર, લાભ-પ્રાપ્તિ વીર્ય–તાકાતની બાબતમાં પોતાના ચડિયાતાપણાથી ન મલકાવું અને ઊલટું એ વસ્તુઓની વિનશ્વરતા વિચારી ચિત્તમાંથી અભિમાનને કાંટો કાઢી નાંખો. ૩. ભાવની વિશુદ્ધ અર્થાત વિચાર, ભાષણ અને વર્તનની એકતા તે “આર્જવ; એને કેળવવા માટે કુટિલતાના દોષે વિચારવા. ૪. ધર્મનાં સાધનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy