SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ તરવાથસૂત્ર સ્થાન મેળવી લીધું હોય, અને તે સ્થાનને ઉપયોગ કરવાને પ્રસંગ આવે, તે તે સાધર્મિક પાસેથી જ તે સ્થાન માગી લેવું, તે “સાધર્મિક પાસેથી અવગ્રહયાચન. વિધિપૂર્વક અન્નપાનાદિ મેળવ્યા પછી ગુરુને બતાવી તેમની અનુજ્ઞા મેળવીને જ તેને ઉપયોગ કરે, તે “અનુજ્ઞાપિત પાનભોજન.” ૪. બ્રહ્મચારી પુરુષ કે સ્ત્રીએ પિતાની વિજાતીય વ્યક્તિ દ્વારા લેવાયેલ શયન કે આસનનો ત્યાગ કરે, તે “સ્ત્રીપશુપંડકસેવિતશયનાસનવર્જન.” બ્રહ્મચારીએ કામવર્ધક વાતે ન કરવી, તે “રાગસંયુક્ત સ્ત્રીકથાવર્જન.” બ્રહ્મચારીએ પિતાનાથી વિજાતીય વ્યક્તિનાં કામોદ્દીપક અંગે ન જેવાં, તે “મને હરેન્દ્રિયાલોકવર્જન”. બ્રહ્મચર્ય સ્વીકાર્યા પહેલાં જે ભોગે ભોગવ્યા હોય તેમનું સ્મરણ ન કરવું, તે પ્રથમના રતિવિલાસના સ્મરણનું વજન.' કામોદ્દીપક રસવાળાં ખાણીપીણાં ત્યજવાં, તે “પ્રણીતરસભોજન વર્જન.' , ૫. રાગ પેદા કરે તેવાં સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દમાં ન લલચાવું, અને દ્વેષ કરે એવામાં ગુસ્સે ન થવું, તે અનુક્રમે, “મનોજ્ઞામને જ્ઞસ્પર્શ સમભાવ', “મનેઝામનેણરસસમભાવ' આદિ પાંચ ભાવનાઓ છે. જૈન ધર્મ ત્યાગલક્ષી હેવાને કારણે જૈન સંઘમાં મહાવ્રતધારી સાધુનું સ્થાન પહેલું છે. તેથી મહાવ્રતને ઉદ્દેશીને જ સાધુધર્મ પ્રમાણે અહીં ભાવનાઓ વર્ણવવામાં આવી છે; છતાં વ્રતધારી પિતાની ભૂમિકા પ્રમાણે સંકોચ, વિસ્તાર કરી શકે એવી તે છે; તેથી દેશકાળની પરિસ્થિતિ અને આંતરિક ગ્યતા ધ્યાનમાં રાખી માત્ર વ્રતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy