SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર તરવાથસૂત્ર આરંભ” કહેવાય છે. અર્થાત કાર્યની સંકલ્પાત્મક સૂક્ષ્મ અવસ્થાથી લઈને એને પ્રગટ રૂપે પૂરું કરી દેવા સુધીમાં જે ત્રણ અવસ્થાઓ થાય છે, તે અનુક્રમે સંરંભ, સમારંભ, અને આરંભ કહેવાય છે. કેગના ત્રણ પ્રકાર પહેલાં કહેલા છે. “કૃત’ને અર્થ પિતે કરવું તે, “કારિતને અર્થ બીજા પાસે કરાવવું તે, અને “અનુમતને અર્થ કેઈના કાર્યમાં સંમત થવું તે, છે. ક્રોધ, માન આદિ ચારે કષાય પ્રસિદ્ધ છે. - જ્યારે કોઈ સંસારી જીવ દાન આદિ શુભ અથવા હિંસા આદિ અશુભ કાર્યની સાથે સંબંધ રાખે છે, ત્યારે તે કધ અથવા માન આદિ કઈ કષાયથી પ્રેરિત થાય છે. કષાય પ્રેરિત થઈને પણ તે ક્યારેક તે કામને પિતે કરે છે, અથવા બીજા પાસે કરાવે છે, અથવા બીજાએ કરેલા કામમાં સંમત થાય છે. આ રીતે તે ક્યારેક તે કામને માટે કાયિક, વાચિક અથવા માનસિક સંરંભ, સમારંભ અથવા આરંભથી યુક્ત અવશ્ય થાય છે. [૯] પરમાણુ આદિ મૂર્ત વસ્તુ, દ્રવ્ય અછવાધિકરણ છે. જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થતું મૂર્ત દ્રવ્ય જે જે અવસ્થામાં વર્તમાન હોય છે, તે બધું ભાવ અછવાધિકરણ કહેવાય છે. અહીંયાં આ ભાવ અધિકરણના મુખ્ય ચાર ભેદ બતાવ્યા છે. જેમકે નિર્વના (રચના), નિક્ષેપ (મૂકવું), સંગ (એકઠું કરવું), અને નિસર્ગ (પ્રવર્તાવવું.) નિર્વતનાના મૂલગુણનિર્વતના” અને “ઉત્તરગુણનિર્વતના એવા બે ભેદ છે. પુદ્ગલ દ્રવ્યની જે ઔદારિક આદિ શરીરરૂપ રચના અંતરંગ સાધનરૂપે જીવની શુભાશુભ પ્રવૃત્તિમાં ઉપયોગી થાય છે, તે “મૂલગુણનિર્વર્તાના'; અને પુદગલદ્રવ્યની લાકડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy