SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
248 Tattvarthasutra The Digambara commentators did not include the three sutras from 43 to 45 in the sutra text and have elaborated on the sutra "tamavaḥ varāḥ" by fully and clearly stating the distinctions of the results and their basis. From this, it can be understood that they must have seen some deficiency or ambiguity in the meaning of these sutras and their language while discussing the basis of results. Therefore, they thought it appropriate to state their explanation independently rather than complete the incomplete sutras. Whatever the case, a question arises here as to why such an observant and concise sutrakara did not notice this, whereas the commentaries, such as Sarvarthasiddhi, recognized the complete basis of results. Is it not appropriate to assume a mistake on the part of Bhagavan Umasvati regarding this matter? It may be more suitable to acknowledge his ignorance of the intent of his statement. It is also possible that the meanings of the words "anādi" and "ādimān," which are currently popular and adopted by the commentators, may not have been favorable to the sutrakara. Among the various meanings of a word, sometimes one particular meaning becomes prominent while another meaning fades into obscurity, to the extent that when hearing the latter, it does not even come to mind that the word could carry that meaning as well. It seems that some other meanings of "anādi" and "ādimān" may have been well-known during the time of the sutrakara.
Page Text
________________ ૨૪૮ તત્વાર્થસૂત્ર દિગંબર વ્યાખ્યાકારોએ બેતાળીસથી ચૂંવાળીસ સુધીનાં ત્રણ સૂત્રો સૂત્રપાઠમાં ન રાખી “તમવ: વરા:” એ સૂત્રની વ્યાખ્યામાં જ પરિણામના ભેદ અને એમના આશ્રયનું કથન જે સંપૂર્ણ રીતે તથા સ્પષ્ટ રીતે કર્યું છે, એથી જાણી શકાય છે કે એમને પણ પરિણામના આશ્રયવિભાગની ચર્ચા કરતાં પ્રસ્તુત સૂત્રોમાં તથા એમના ભાષમાં અર્થની ત્રુટિ કિંવા અસ્પષ્ટતા અવશ્ય માલૂમ પડી હશે. આથી તેઓએ અપૂર્ણર્થક સૂત્રોને પૂર્ણ કરવા કરતાં પોતાના વક્તવ્યને સ્વતંત્રરૂપે જ કહેવું ઉચિત ધાર્યું. ગમે તે હોય, પરંતુ અહીંયાં એક પ્રશ્ન થાય છે કે આટલા સૂક્ષ્મદશી અને સંગ્રાહક સૂત્રકારના ધ્યાનમાં એ વાત ન આવી કે જે વૃત્તિકારને ધ્યાનમાં આવી? અથવા સર્વાર્થસિદ્ધિ આદિ વ્યાખ્યાઓમાં પરિણામને જે આશ્રયવિભાગ સંપૂર્ણ રીતે દેખાય છે, તે શું સૂત્રકારને ન સૂઝયો ? ભગવાન ઉમાસ્વાતિને માટે આવી બાબતના વિષયમાં ત્રટિની કલ્પના કરવી યોગ્ય નથી. એના કરતાં તો એમના કથનના તાત્પર્યનું પોતાનું અજ્ઞાન કબૂલ કરવું વધારે ચોગ્ય છે. એમ પણ હોઈ શકે છે કે, અનાદિ અને આદિમાન શબ્દના જે અર્થ આજે સર્વત્ર પ્રસિદ્ધ છે અને જે અર્થ વ્યાખ્યાકારોએ લીધા છે, તે સૂત્રકારને ઇષ્ટ ન હોય. શબ્દના અનેક અર્થમાંથી કઈ એક અર્થ ક્યારેક એટલે પ્રસિદ્ધ થઈ જાય છે અને બીજો અર્થ એટલે અપ્રસિદ્ધ થઈ જાય છે કે, કાળાંતરે તે અપ્રસિદ્ધ અર્થને સાંભળતાં પહેલવહેલાં એ ધ્યાનમાં પણ નથી આવતું કે તે શબ્દને એ પણ અર્થ થઈ શકે. એમ દેખાય છે કે અનાદિ અને આદિમાન શબ્દના કાંઈક બીજા જ અર્થો સૂત્રકારના સમયમાં પ્રસિદ્ધ હશે; અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy