SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૫-જુન ૨૩-૩૫ સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બંધ થાય છે. પૌગલિક સ્કંધની ઉત્પત્તિ એના અવયવભૂત પરમાણુ આદિના પારસ્પરિક સંગમાત્રથી થતી નથી. એને માટે સંગ ઉપરાંત બીજું પણ કાંઈક અપેક્ષિત છે, એ બતાવવું એ આ સૂત્રને ઉદ્દેશ છે. અવયવોના પારસ્પરિક સંયોગ ઉપરાંત એમાં સ્નિગ્ધત્વ – ચીકણાપણું, રૂક્ષત્વ – લૂખાપણું એ ગુણ હોવા પણ જરૂરી છે. જ્યારે નિગ્ધ અને રૂક્ષ અવયવ પરસ્પર મળે છે ત્યારે એમનો બંધ એટલે કે એકત્વપરિણામ થાય છે. આ બંધથી થાણુક આદિ સ્કંધ બને છે. સ્નિગ્ધ, રૂક્ષ અવયવોને શ્લેષ બે પ્રકારે થઈ શકે છે. : સદશ અને વિસદશ. સ્નિગ્ધને સ્નિગ્ધની સાથે અને રૂક્ષને રૂક્ષની સાથે શ્લેષ થ એ સદશ કહેવાય છે. સ્નિગ્ધને રૂક્ષની સાથે સંગ થ એ વિસદશ શ્લેષ છે. [૨] હવે બંધના સામાન્ય વિધાનમાં અપવાદ બતાવે છેઃ न जघन्यगुणानाम् ।३३। गुणसाम्ये सहशानाम् ॥३४॥ यधिकादिगुणानां तु ॥३५॥ જઘન્ય ગુણ – અંશ – વાળા સ્નિગ્ધ અને રૂક્ષ અવયવને બંધ થતું નથી. સમાન અંશ હોય તે સદશ અર્થાત્ સર સરખા સ્નિગ્ધ-સ્નિગ્ધ અવયને તથા સરખે સરખા રૂક્ષ-રૂક્ષ અવયવોને બંધ થતો નથી. બે અંશ અધિકવાળા આદિ અવયને તે બંધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy