SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૪ તવાથa દ્રવ્યોનો આધાર કહેવાનું કારણ એ છે કે આકાશ તે દ્રવ્યથી મહાન છે. આધેયભૂત ધર્મ આદિ ચાર દ્રવ્ય પણ સમગ્ર આકાશમાં રહેતાં નથી. તે આકાશના અમુક પરિમિત ભાગમાં જ સ્થિત છે. જેટલા ભાગમાં તે સ્થિત છે એટલો આકાશભાગ ટેવ કહેવાય છે. લેકને અર્થ જ પાંચ અસ્તિકાય. આ ભાગની બહાર આસપાસ ચારે તરફ અનંત આકાશ વિદ્યમાન છે; એમાં બીજાં દ્રવ્યની સ્થિતિ ન હોવાને લીધે એ મારા કહેવાય છે. અહીંયાં અસ્તિકાયના આધારઆધેય સંબંધને જે વિચાર છે, તે લોકાકાશને લઈને જ સમજવો જોઈએ. ધર્મ અને અધર્મ એ બન્ને અસ્તિકાય એવા અખંડ સ્કંધરૂપ છે કે તે સંપૂર્ણ કાકાશમાં જ સ્થિર છે. એ બાબતને આમ પણ કહી શકાય ? વસ્તુત: અખંડ આકાશના પણ જે લેક અને અલેક એવા બે ભાગની કલ્પના બુદ્ધિથી કરવામાં આવે છે, તે ધર્મ, અધર્મ દ્રવ્યના સંબંધથી છે. જયાં એ દ્રવ્યોને સંબંધ ન હોય તે અલેક અને જેટલા ભાગમાં તેમનો સંબંધ હોય તે લક. પુદ્ગલ દ્રવ્યને આધાર સામાન્ય રીતે કાકાશ જ નિયત છે. તથાપિ વિશેષરૂપે ભિન્ન ભિન્ન પુદ્ગલદ્રવ્યના આધારક્ષેત્રના પરિમાણમાં તફાવત હોય છે. પુદ્ગલદ્રવ્ય, કાંઈ ધર્મ, અધર્મ દ્રવ્યની માફક માત્ર એક વ્યક્તિ તે છે જ નહિ કે જેથી તે માટે એકરૂપ આધારક્ષેત્ર હોવાની સંભાવના કરી શકાય. ભિન્નભિન્ન વ્યક્તિ હોવાથી પુદ્ગલના પરિમાણમાં વિવિધતા હોય છે, એકરૂપતા નથી. એથી અહીંયાં એના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy