SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ તાવાર્થસૂત્ર સૌધર્માદિની જઘન્ય સ્થિતિ અનુક્રમે આ પ્રમાણે છે : પહેલા સ્વર્ગમાં એક પલ્યોપમની, બીજામાં પલ્યોપમથી કાંઈક અધિક, ત્રીજામાં બે સાગરોપમની, ચોથામાં બે સાગરોપમથી કાંઈક અધિક સ્થિતિ છે. પાંચમાથી આગળ બધા દેવલોકમાં જઘન્ય સ્થિતિ તે જ છે જે પોતપોતાની અપેક્ષાએ પૂર્વ પૂર્વ દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ હેય. આ નિયમ પ્રમાણે ચોથા દેવલેકની કાંઈક અધિક સાત સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ જ પાંચમા દેવલોકમાં જધન્ય સ્થિતિ છે; પાંચમાની દશ સાગરેપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ એ છઠ્ઠામાં જઘન્ય સ્થિતિ છે, છઠ્ઠાની ચૌદ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ એ સાતમાની જઘન્ય સ્થિતિ છે. સાતમાની સત્તર સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ આઠમામાં જઘન્ય; આઠમાની અઢાર સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ નવમાદશમામાં જધન્ય; નવમા-દશમાની વિશ સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ અગિયારમા બારમાની જઘન્ય; અગિયારમાબારમાની બાવીશ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રથમ ચૈવેયકની જઘન્ય સ્થિતિ છે. એ રીતે નીચેનીચેના રૈવેયકની ઉત્કૃષ્ટ સ્થિતિને ઉપર ઉપરના પ્રવેયકની જધન્ય સ્થિતિ સમજવી. આ ક્રમે નવમા ગ્રેવેયકની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરેપમની થાય છે. ચાર અનુત્તર વિમાનની જઘન્ય સ્થિતિ એકત્રીસ સાગરોપમની છે. સર્વાર્થસિદ્ધિમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમાં અંતર નથી. અર્થાત તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે. [૩૯-૪ર. હવે નારકની જઘન્ય સ્થિતિ કહે છેઃ नारकाणां च द्वितीयादिषु । ४३ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy