SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તત્વાર્થસૂત્ર પણ લાગલગાટ છ મહિના સુધી એક સરખી રહીને પછી બદલાઈ જાય છે. ૪. ૩૫૫તઃ એને અર્થ ઉત્પત્તિસ્થાનની યોગ્યતા છે. અન્ય – જૈનેતરલિંગિક મિથ્યાત્વી બારમા સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે; સ્વ– જૈનલિંગિક મિથ્યાત્વી રૈવેયક સુધી જઈ શકે છે, અને સમ્યગુદષ્ટિ પહેલા સ્વર્ગથી સર્વાર્થ સિદ્ધ પર્યત પણ જઈ શકે છે. પરંતુ ચતુર્દશપૂર્વધારી સંયત પાંચમા સ્વર્ગથી નીચે ઉત્પન્ન જ થતા નથી. ૫. અનુમાવ: એનો અર્થ લકસ્વભાવ – જગદ્ધર્મ છે. એને લીધે બધાં વિમાન તથા સિદ્ધશિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે. ભગવાન અરિહંતના જન્માભિષેક આદિ પ્રસંગો ઉપર દેવોના આસનનું કંપિત થવું એ પણ લેકનુભાવનું જ કાર્ય છે. આસનકંપની પછી અવધિજ્ઞાનના ઉપયોગથી તીર્થકરને મહિમા જાણી કેટલાક દેવ પાસે આવી એમની સ્તુતિ, વંદના, ઉપાસના આદિથી આત્મકલ્યાણ કરે છે. કેટલાક દે પિતાના સ્થાનમાં જ રહી પ્રત્યુત્થાન, અંજલિકર્મ, પ્રણિપાત, નમસ્કાર, ઉપહાર આદિથી તીર્થંકરની ચર્ચા કરે છે. આ પણ બધું જ કાનુભાવનું જ કાર્ય છે. [૨૨] હવે વૈમાનિકોમાં લેશ્યાને નિયમ કહે છે : पीतपद्मशुक्ललेश्या द्वित्रिशेषेषु । २३ । બે, ત્રણ અને બાકીનાં સ્વર્ગોમાં કમપૂર્વક પીત, પદ્મ અને શુકલ લેશ્યાવાળા દેવે છે. - પહેલા બે સ્વર્ગના દેવામાં પીત – તેજોલેશ્યા હોય છે, ત્રીજાથી પાંચમા સ્વર્ગ સુધીને દેામાં પડ્યૂલેશ્યા અને છઠ્ઠાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy