SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
It is because the reader Umaśvāti refers to his father as "Kau Bhashani," indicating that his father belongs to the "Kau Bhiṣaṇ" gotra, while "Swāti" is mentioned in the context of "Hārita" in the Pattāvalī, which is recorded as a disciple of Śyāmācārya. Furthermore, the eulogistic passage clearly states that the author of Tattvāārtha, Umaśvāti, is mentioned in the lineage of readers; however, in the Pattāvalī, there are no specific terms related to the lineage of readers associated with Śyāmācārya or his guru, Swāti. Thus, the mentioned eulogy dismisses the erroneous interpretations that circulate in the Digambara and Śvetāmbara traditions. On the other hand, it provides a brief yet accurate account of the author's history. In the eulogy concerning the time of the reader Umaśvāti, there is no reference to any specific time, nor has any other means to ascertain the exact period been found so far. In this context, three aspects are utilized for contemplation: 1. Reference to the branch, 2. The time of older commentators in the Jūnā tradition, and 3. Comparison with other philosophical texts. 1. It is difficult to determine precisely when the "Kanāra Phalā" referred to in the eulogy emerged, yet it appears in the list of branches in the Kalpa Sūtra under the heading of "Vidyanāra branch." 1. "Harichayutta sachu, 2 Chandrimō Hārich, 2 Sāmi" – Nandi Sūtra, page 49.
Page Text
________________ છે; કારણ કે વાચક ઉમાસ્વાતિ પિતાને કૌભાષણિ કહી પિતાનું “કૌભીષણ ગોત્ર સૂચવે છે, જ્યારે શ્યામાચાર્યના ગુરુ તરીકે પટ્ટાવલીમાં દાખલ થયેલ “સ્વાતિ “હારિત' ગેત્રના વર્ણન વાયેલ છે. વળી તત્ત્વાર્થના પ્રણેતા ઉમાસ્વાતિ વાચકવંશમાં થયેલા હોવાનું ઉક્ત પ્રશસ્તિ સ્પષ્ટ કહે છે; જ્યારે શ્યામાચાર્ય કે તેમના ગુરુ તરીકે નિર્દેશાયેલ સ્વાતિ નામ સાથે વાચક વંશસૂચક કેઈ વિશેષણ પટ્ટાવલીમાં દેખાતું નથી. આ પ્રમાણે ઉક્ત પ્રશસ્તિ એક બાજુ દિગંબર અને તાંબર પરંપરામાં ચાલતી બ્રાંત કલ્પનાઓનું નિરસન કરે છે, અને બીજી બાજુ તે ગ્રંથકર્તાનો ટૂંકે છતાં સાચો ઇતિહાસ પૂરે પાડે છે. વાચક ઉમાસ્વાતિના સમય વિષે ઉક્ત પ્રશસ્તિમાં કશે જ નિર્દેશ નથી, તેમજ સમયનું ચોક્કસ નિર્ધારણ કરી આપે તેવું બીજું પણ કોઈ સાધન હજી પ્રાપ્ત સમય થયું નથી. આવી સ્થિતિમાં પણ એ વિષે કાંઈક વિચાર કરવા માટે ત્રણ બાબતોને અહીં ઉપયોગ કરવામાં આવે છે. ૧. શાખાનિર્દેશ, ૨. જૂનામાં જૂના ટીકાકારોનો સમય, અને ૩. અન્ય દાર્શનિક ગ્રંથેની સરખામણી. ૧. પ્રશસ્તિમાં જે “કનારફલા' ને નિર્દેશ છે, તે શાખા ક્યારે નીકળી એ નિશ્ચયપૂર્વક કહેવું કઠણ છે, છતાં કલ્પસૂત્રની સ્થવિરાવલિમાં વિદ્યાનાર શાખા આવે ૧. “હરિચયુત્ત સહું ૨ ચંદ્રિમો હારિચ ૨ સામi” | ૨૬ ! –નંદિસૂત્રની સ્થવિરાવલી પૃ૦ ૪૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy