SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર પ્રવર્તકેએ મૃત પ્રમાણ ઉપરાંત નયવાદની જુદી સ્વતંત્ર દેશના કરી તે શા ઉદ્દેશથી ? શ્રત અને નય અને વિચારાત્મકજ્ઞાન છે ખરાં, છતાં બનેમાં તફાવત છે; અને તે એ કે કઈ પણ વિષયને સર્વા શે સ્પર્શ કરનાર અથવા તેને સર્વાશે સ્પર્શવાને પ્રયત્ન કરનાર વિચાર તે મૃત; અને તે વિષયને માત્ર એક અંશે જ સ્પર્શ કરી બેસી રહેનાર વિચાર તે નય. આ કારણથી નયને સ્વતંત્ર રીતે પ્રમાણ ન કહી શકાય; છતાં તે અપ્રમાણ પણ નથી જ. જેમ આંગળીનું ટેરવું એ આંગળી ન કહેવાય તેમ આંગળી નથી એમ પણ ન કહેવાય; છતાં એ અંગુલીનો અંશ તો છે જ. તેમ નય પણ શ્રત પ્રમાણનો અંશ છે. વિચારની ઉત્પત્તિનો ક્રમ અને તેનાથી થતે વ્યવહાર એ બને દષ્ટિએ નયનું નિરૂપણ શ્રત પ્રમાણથી છૂટું પાડી કરવામાં આવેલું છે. કેઈપણ વિષય પરત્વે અંશે અંશે વિચાર ઉત્પન્ન થઈને જ છેવટે તે વિશાળતા કે સમગ્રતામાં પરિણમે છે. જે ક્રમે વિચાર ઉત્પન્ન થાય છે તે જ ક્રમે તત્વબોધના ઉપાય તરીકે તેનું વર્ણન કરવું જોઈએ, એમ માનતાં સ્વાભાવિક રીતે જ નયનું નિરૂપણ શ્રત પ્રમાણથી જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. વળી કઈ પણ એક વિષયમાં ગમે તેટલું સમગ્ર જ્ઞાન હોય છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ તે અંશે અંશે જ થવાનો, તેથી પણ સમગ્રવિચારાત્મક શ્રત કરતાં અંશવિચારાત્મક નયનું નિરૂપણ જુદું કરવાનું પ્રાપ્ત થાય છે. જે કે જૈનેતર દર્શનમાં આગમ પ્રમાણની ચર્ચા છે. છતાં તે જ પ્રમાણમાં સમાઈ જતા નયવાદની જુદી પ્રતિષ્ઠા જૈન દર્શન કરી તેનું કારણ નીચે પ્રમાણે છે, અને એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy