SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય ૧–સૂત્ર ૨-૩૦ પ્ર-સ્વાનુભૂત અથવા શાસ્ત્રકૃત વિષયમાં મનની દ્વારા મતિજ્ઞાન પણ થાય છે અને શ્રુતજ્ઞાન પણ થાય છે. તે બન્નેમાં ફરક શું રહ્યો ? ઉ૦–જ્યારે માનસિક ચિંતન શબ્દોલ્લેખસહિત હોય ત્યારે શ્રુતજ્ઞાન, અને જ્યારે એનાથી રહિત હોય ત્યારે મતિજ્ઞાન. - પરમ પ્રકર્ષને પહોંચેલા જે પરમાવધિજ્ઞાનનું અલેકમાં પણ લોકપ્રમાણ અસંખ્યાત ખંડોને જોવાનું સામર્થ્ય છે, તે પણ ફક્ત મૂર્ત દ્રવ્યોને સાક્ષાત્કાર કરી શકે છે, અમૂર્તોને નહિ. તેમ જ તે મૂર્ત દ્રવ્યના પણ સમગ્ર પર્યાને જાણું શકતું નથી. મનઃ પર્યાયજ્ઞાન પણ મૂર્ત દ્રવ્યોને જ સાક્ષાત્કાર કરે છે, પરંતુ અવધિજ્ઞાન એટલે નહિ. કેમ કે અવધિજ્ઞાન દ્વારા સર્વપ્રકારનાં પુદ્ગલ દ્રવ્ય ગ્રહણ કરી શકાય છે; પરંતુ મન:પર્યાયજ્ઞાન દ્વારા તો ફકત મનરૂપ બનેલાં પુદ્ગલ અને તે પણ માનુષોત્તરક્ષેત્રની અંતર્ગત જ ગ્રહણ કરી શકાય છે. તેથી મન:પર્યાયજ્ઞાન વિષય અવધિજ્ઞાનના વિષયને અનંત ભાગ કહ્યો છે. મન:પર્યાયજ્ઞાન ગમે તેટલું વિશુદ્ધ હોય છતાં પિતાનાં ગ્રાહ્ય દ્રવ્યોના સંપૂર્ણ પર્યાયને જાણી શકતું નથી. જે કે મન:પર્યાયજ્ઞાન દ્વારા સાક્ષાત્કાર તો ફક્ત ચિંતનશીલ મૂર્ત મનને થાય છે, છતાં પછી થનાર અનુમાનથી એ મન દ્વારા ચિંતન કરેલાં મૂર્તા અમૂર્ત બધાં દ્રવ્યો જાણી શકાય છે. - મતિ આદિ ચારે જ્ઞાન ગમે તેટલાં શુદ્ધ હોય છતાં તે ચેતનાશક્તિના અપૂર્ણ વિકાસરૂપે હોવાથી એક પણ વસ્તુના સમગ્ર ભાવોને જાણવામાં અસમર્થ હોય છે. એ નિયમ છે કે જે જ્ઞાન કોઈ એક વસ્તુના સંપૂર્ણ ભાવોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy