SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Translation AI Generated
Disclaimer: This translation does not guarantee complete accuracy, please confirm with the original page text.
According to our vast understanding, we began the work, and the desired assistance came progressively. However, before they could settle, one by one, they scattered in different directions like birds and eventually, I was left alone in Agra. The work of 'Tattvartha' that had been initiated and other tasks were impossible for me to complete alone, and no matter how I tried, I was unable to remain silent. Observing the unity and attraction of friends, I left Agra and came to Ahmedabad. There, I took up the work of Sanmatitarka, and the few verses I had written in Agra regarding Tattvartha remained as they were. While I was working on Sanmatitarka in Bhavnagar during the years 1921-22, thoughts of the unfinished work of Tattvartha would occasionally cross my mind, causing unrest. Despite having the mental material, the lack of desired supportive friends led me to set aside the initially determined large body of analysis for 'Tattvartha' from my mind, which reduced the burden somewhat, but I could not completely let go of that work. Therefore, due to health reasons, when I took a break and returned to my ancestral village of Vatsukad near Bhavnagar, I once again took up the work of Tattvartha and began working in a medium path to condense its vast body. During this period of rest, I wrote something at different places. Although it was written at that time, the method became clear in my mind, and I gained confidence that I could write even alone sometimes.
Page Text
________________ અમારી વિશાળ જના પ્રમાણે અમે કામ શરૂ કર્યું, અને ઈષ્ટ સહાયકે આવતા ગયા. પણ તેઓ આવી સ્થિર થાય તે પહેલાં જ એકે એકે પાછા જુદી જુદી દિશાઓમાં પંખીઓની પેઠે વીખરાઈ ગયા અને છેવટે એ આગ્રાના માળખામાં હું એકલે જ રહી ગયે. “તત્વાર્થ'નું આરંભેલ કાર્ય અને બીજાં કાર્યો મારા એકલાથી થવાં શક્ય જ ન હતાં, અને તે ગમે તે રીતે કરવાં એ નિશ્ચય પણ ચૂપ બેસી રહેવા દે તેમ ન હતો. સંયોગ અને મિત્રોનું આકર્ષણ જોઈ હું આગ્રા છોડી અમદાવાદ આવ્યા. ત્યાં મેં સન્મતિતર્કનું કામ હાથમાં લીધું અને તત્વાર્થનાં બે ચાર સૂત્રે ઉપર આગ્રામાં જે લખેલું તે એમ ને એમ પડયું રહ્યું. ભાવનગરમાં ઈ. સ. ૧૯૨૧-૨૨માં સન્મતિતર્કનું કામ કરતો ત્યારે વચ્ચે વચ્ચે તત્વાર્થનું અધૂરું રહેલું કામ મનમાં આવતું અને મન વ્યાકુલ કરી મૂકતું. માનસિક સામગ્રી છતાં જોઈતા સહાયક મિત્રોને અભાવે મેં “તત્ત્વાર્થ'ના વિવેચનની પ્રથમ નક્કી કરેલ વિશાળ જના મનમાંથી દૂર કરી અને તેટલે ભાર ઓછો કર્યો, પણ એ કામને નાદ છૂટો જ ન હતો. તેથી તબિયતના કારણે જ્યારે વિશ્રાંતિ લેવા ભાવનગરની પાસેના વાત્સુકડ ગામમાં ગમે ત્યારે પાછું “તત્ત્વાર્થનું કામ હાથમાં લીધું અને તેની વિશાળ જનાને ટૂંકાવી મધ્યમ માર્ગે કામ શરૂ કર્યું. એ વિશ્રાંતિ દરમિયાન જુદે જુદે સ્થળે રહી કંઈક લખ્યું. એ વખતે લખાયું પણ તેની પદ્ધતિ મનમાં નિશ્ચિત થઈ ગઈ અને એકલે હાથે પણ ક્યારેક લખી શકવાને વિશ્વાસ ઉત્પન્ન થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001074
Book TitleTattvartha sutra
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorSukhlal Sanghavi
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1977
Total Pages667
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Philosophy, J000, J001, Tattvartha Sutra, & Tattvarth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy