SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ એક અંશ ઉપર, જાણે સાક્ષાત્ કળાદેવીની લાગણીઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હોય એમ, શિપીના ટાંકણાએ કેવી સુકુમાર, સજીવ અને ઝીણવટભરી કરણીનું સર્જન કર્યું છે ! નીચેથી ઉપર સુધી અને એક બાજુથી બીજી બાજુ તરફ, જ્યાં જુઓ ત્યાં, કેરણું જ કરણીનાં સુભગ દર્શન થાય છે [ ચિત્ર નં. ૩૩, ૩૪]. અને તે પણ સંગેમરમર જેવા મુલાયમ પાષાણમાં નહીં પણ સાદી જાતના કઠણ પથ્થરમાં ! આત્મસાધક યોગીની જેમ કળાના ઉપાસક શિલ્પીએ કેટલી ધીરજ, ભક્તિ અને એકાગ્રતાથી આ સર્જન કર્યું હશે! ધન્ય રે શિલ્પી ! ધન્ય તારી કળાની સાધના અને ધન્ય તારી કળા ! જિનમંદિરની આગળની બને બાજુના નીચેથી તે છેક ઉપર સુધી રૂપકામથી ભર્યાભર્યા લાગતા શિલ્પકામનાં મન ભરીને દર્શન કરીને, જમણી બાજુએ આવેલ નિસરણી ઉપર થઈને, હવે મંદિરના ઉપરના ભાગમાં રચવામાં આવેલ શિલ્પ-સૌન્દર્યશ્રીનાં દર્શન કરવા જઈ એ. ઉપરના ભાગનું શિલ્પસૌંદર્ય એક તો, આ જિનમંદિર જ ઊંચાણવાળી ધરતી ઉપર બનેલું છે. અને પછી બે નિસરણી ચડીને આપણે શિખરવાળા ભાગમાં પહોંચીએ, એટલે આપણે નજર જાણે દૂર દૂર સુધી મુક્ત વિહાર કરે છે. દક્ષિણ દિશામાં જોઈએ તે, ત્રણેક માઈલ છેટે રહેલા સાગરદેવનાં દર્શન થાય છે. અને એની પારની ક્ષિતિજમાં આભ અને ધરતી સાગરની સપાટી ઉપર એકરૂપ બની જાય છે, એટલે આભ, ધરતી અને જળનો ત્રિવેણી સંગમ રચાયેલ નજરે પડે છે. અને, જે આકાશ સ્વચ્છ હેય તે, મોટું વહાણ કે નાની સ્ટીમર દરિયામાં નાંગરેલ હોય તો તે પણ નજરે પડે છે. અને, આ દક્ષિણ દિશામાં જ બીજી તરફ દષ્ટિ નાખીએ તે, બેએક માઈલની દૂરી પર, નાની સરખી ટેકરી ઉપર ગોઠવાયેલ ચોખંડા મહાદેવના એકલસંગી જેવા મંદિરના શિખર અને ધજાનાં દર્શન થાય છે. અને પછી, ચારે તરફ નજર નાખીએ તે, આ સ્થાનની પ્રાચીનતાની સાક્ષી પૂરતા નાની-મોટી પ્રાચીન ઈમારતના સંખ્યાબંધ અવશે તેમ જ ભદ્રેશ્વર ગામ દેખાય છે. આ સાગરકિનારે અને આ બધા અવશેષોને વિગતે પરિચય કરવા જેવો છે–એથી અનેક રોમાંચક, ઐતિહાસિક, પ્રેરક અને સંસ્કાર પોષક પ્રસંગોની યાદ તાજી થાય છે. પણ એનું વર્ણન આ પ્રકરણમાં કરવાને બદલે એ માટે એક સ્વતંત્ર (૧૦મું) પ્રકરણ લખવું જ ઉચિત છે, એટલે એ આપણે આગળ ઉપર જઈશું. અત્યારે તો આપણી દષ્ટિને ચારે બાજુ ફરતી રોકીને, હવે આ મંદિરના ઉપરના ભાગમાં જે કળા-કારીગરીને ભંડાર ભરેલો છે તેનું ઝીણવટથી નિરીક્ષણ કરવા તરફ જ વાળીએ. સૌથી પહેલાં ભગવાન તીર્થંકરના અહિંસા, સંયમ અને તમય ધર્મની ધજાને ઊ એ ઊંચે આભમાં ફરકતી રાખતા મંદિરના શિખરનાં દર્શન કરીએ. નાનાં-મોટાં ઉપશિખરો અને કોરણવાળી સંખ્યાબંધ આકૃતિઓથી આખું શિખર ભર્યું ભર્યું લાગે છે [ ચિત્ર નં. ૩૫, ૩૬]. મુખ્ય શિખરના સજીવ અંગરૂપ લાગતાં ઉપશિખરોમાં પણ કરણીને વૈભવ નજરે પડે છે [ ચિત્ર નં. ૩૭]. આ શિખરનું કોઈ અંગ એવું નથી કે જેને શિલ્પીએ શણગારવામાં ખામી રાખી હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy