SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ રંગમંડપમાંથી બહાર આવીને જાળીવાળા ચોકમાંથી મંદિરની પ્રદક્ષિણા કરીએ તે, આપણું ડાબા અને જમણી બને હાથ ઉપર, પરમાત્મા મહાવીર દેવના છવ્વીસ પૂર્વભવના તથા તીર્થકર તરીકેના ૨૭મા-છેલા ભવના ચવનકલ્યાણકથી તે નિર્વાણ કલ્યાણક સુધીના જીવન પ્રસંગે આલેખતાં સફેદ સંગેમરમરના ફલક ઉપર કતરણું કરીને રંગભરેલા ચિત્રોનાં બધાં મળીને કુલ ૩૯ શિ૯૫-ચિત્રો, યાત્રિકના અંતરને આહુલાદિત કરીને, જીવન અને સાધનાના કઠિન માર્ગને તેમ જ સિદ્ધિને મૂક બેધપાઠ આપે છે. આ રીતે સમય જતાં, ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને અર્પણ થયેલ આ જિનમંદિર ભગવાન મહાવીરના છત્રીસ પૂર્વભવના અને સત્તાવીસમા- છેલ્લા ભવની સાધનાના અનેક પ્રસંગેનાં સુંદર આલેખન દ્વારા યાત્રિકને ભગવાનના સમગ્ર જીવનનાં દર્શન કરવાની તક આપે છે. ઓ પ્રમાણે ચેકમાં ફરીને ત્યાં ગોઠવવામાં આવેલ ચિત્રોનું અવલોકન કરતાં કરતાં આપણે, આ પ્રદક્ષિણા પૂરી કરીને, પૂજામંડપમાં પહોંચીએ છીએ, તે એની બધી દીવાલે જુદી જુદી તીર્થ ભૂમિઓનાં ચિત્રોથી ભરી ભરી જોવા મળે છે. અહીં ઉપરના ભાગમાં (૧) ચૌદ સ્વપ્ન, (૨) ચંપાપુરી, (૩) રાજગૃહ ગિરિ, (૪) હસ્તિનાપુર અને (૫) પાવાપુરીનાં શિલ્પમય ચિત્રો દોરેલાં છે; અને નીચેના ભાગમાં (૧) નંદીશ્વર દ્વીપ (૨) ગિરનાર, (૩) સમેતશિખર, (૪) શત્રુંજય અને (૫) અષ્ટાપદજી–આદિદેવ ઋષભદેવ ભગવાનની નિર્વાણભૂમિ-નાં શિલ્પમય આલેખન જેવા મળે છે. ૧૨ અને, આ શિલ્પ-ચિત્રોનાં દર્શન સાથે, આ જિનમંદિરના અંદરના ભાગનું આપણું દર્શન-અવલોકન પૂરું થાય છે; અને આપણે બહાર નીકળીએ છીએ ત્યારે મંદિરના પ્રથમ પ્રવેશદ્વારની જમણી બાજુના એક ગોખલામાં બિરાજમાન કરેલા તપગચ્છના રક્ષક શ્રી માણિભદ્ર વીરનાં દર્શન કરવાનાં બાકી રહે છે. એમનાં દર્શન કરીએ એટલે આ મંદિરનું અંદરથી અવલોકન કરવાનું આપણું એક કામ પૂરું થાય છે [ ચિત્ર નં. ૩૨]. પણ મંદિરના કળાવૈભવનું પૂરેપૂરું મૂલ્યાંકન કરવું હોય કે એનું મહત્વ બરાબર સમજવું હોય તે, મંદિરની બન્ને બાજુની કરણીનું તથા મંદિરના ઉપરના ભાગમાં શેભી રહેલાં શિખરે, ઘુમ્મટે વગેરેનું નિરીક્ષણ કરવું જોઈએ. ત્યારે હવે એ જ કરીએ. બહારની અદભુત કેરણી મંદિરની બહારના ચોગાનમાં ડીવાર ઊભા રહીને પરમાત્મા મહાવીરદેવનાં દર્શન કરી લઈએ અને પછી બાવન જિનાલયવાળા મંદિરની ડાબી અને જમણી બાજુની દીવાલોનું મન દઈને ઝીણવટથી નિરીક્ષણ કરીએ. જુઓ તે ખરા, ત્યાં સાદા પથ્થરના એક એક ખંડ અને એક ૧૨. આ જિનમંદિરમાંની આ ચિત્રસમૃદ્ધિને જનતા સુધી પહોંચતી કરવી હોય તે, એ માટે પાંચ-સાત ચિત્રો છપાવવાથી કામ ન ચાલે; એ માટે તો, બધાં ય ચિત્રોને એના મૂળ રંગમાં અને એમ બની ન શકે તે છેવટે એક રંગમાં, છપાવીને, દરેકના ટૂંક પરિચય સાથે, એક ચિત્રસંગ્રહ જ પ્રકાશિત કરે પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy