________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીય
(ત્રણ પ્રતિમાઓ ) પ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. વળી, બધી પ્રતિમાએ એક જ સંવતનાં છે, એવું પણ નથી; પણ આમાં મધ્યપ્રદેશમાં આવેલ ખુરાનપુર નગરના ઉલ્લેખવાળી પ્રતિમાઓની સખ્યા સારા પ્રમાણમાં જોવા મળે છે, અને એના સંવત પણ જુદા જુદા છે. આમ કેમ બન્યું હશે તે તપાસ કરવા જેવી મામત છે. આ પ્રદેશમાં પણ કચ્છના વતનીઓની વસતી સારા પ્રમાણમાં હેાવાથી, ભદ્રેશ્વર-વસઈ તીના છેલ્લા (વિ॰ સ૦ ૧૯૩૯ના ) જીણેશ્વાર્ વખતે ત્યાંથી કઈ એ અંજનશલાકા કરેલ આ પ્રતિમાઓ અહીં માકલી હાય એવુ ખનવા જોગ છે. ભમતીની કોઈ કેાઈ દેરીમાં ધાતુપ્રતિમા, સિદ્ધચક્રના ગટ્ટાજી કે એવી બીજી પૂજનીય સામગ્રી પણ પધરાવેલ છે. પાંચ તથા છ નંબરની જોડિયા દેરીમાં વિક્રમની ૧૩મી તથા ૧૪મી સદી જેટલી પ્રાચીન એ ધાતુપ્રતિમાઓ છે.
LEX
શ્રી કલ્યાણસાગરસૂરિ તથા મહાકાળી વગેરેની દેરી
,,
જે દેરી ઉપર નબર નથી લખવામાં આવ્યા તે દેરી સેાળમા અને સત્તરમા નખરની દેરી વચ્ચે આવેલી છે. એ દેરીમાં મહાકાળી માતાની સ્થાપના ભીંત ઉપર સિ‘ક્રૂર લગાડીને કરવામાં આવેલ છે. મહાકાળી માતા એ અ’ચળગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી ગણાય છે. વળી, વિક્રમની સત્તરમી સદીના જૈન સંઘના મહાપ્રભાવક આચાય અચળગચ્છના શ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજની વિ૦ સ’૦ ૧૯૫૦માં પ્રતિષ્ઠિત કરેલ ચરણપાદુકા છે. [ ચિત્ર ન` ૨૪ ] ઉપરાંત, આ ચરણપાદુકાની જમણી તરફ હૃષીકેશના અને એની ડાખી બાજુ સરસ્વતીના નામેાલ્લેખવાળી, શ્વેત સ`ગેમરમરની, આશરે ૧૮ ઈંચની સુદર મૂર્તિ છે. “ હૃષીકેશ' શબ્દમાંના હૈ અક્ષર ૬.૧ ના મથાળે માત્રા (“...” ) મૂકીને નહીં કાતરતાં ૬ ની પાછળ પડીમાત્રા (1) મૂકીને બનાવ્યા છે, એ ઉપરથી આ મૂર્તિ, જે સદીમાં પડીમાત્રા લખવાનો રિવાજ હતા તે સમયની એટલે કે વિક્રમના ચૌદમા કે પંદરમા સૈકાની, હાવાનુ અનુમાન થઈ શકે છે. આ બંને મૂર્તિ આ એક જ કાળે અને એક જ શિલ્પીના હાથે અથવા શિલ્પના એકસરખા નમૂનારૂપે ખનેલી છે, અને એ બીજા કાઈ સ્થાનેથી લાવીને અહીં સુરક્ષિતપણે મૂકવામાં આવી હશે એમ લાગે છે [ ચિત્ર ન.. ૨૫, ૨૯ ]. આ એ મૂર્તિ એ ઉપરાંત સિદ્ધચક્રનું તાંબાનુ... વિશાળ યંત્ર પશુ આ દેરીમાં મૂકવામાં આવેલ છે, જેની પ્રતિષ્ઠા વિસ્′૦ ૨૦૦૬ ની સાલમાં શાસનસમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર આચાયૅ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના હાથે થયેલ છે.
જૂના મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ
૨૫મા નંબરની દેરીમાં, આ તીર્થની સ્થાપના સબ'ધી પ્રચલિત કથા પ્રમાણે, આ તીની પ્રાચીનતાની સાક્ષી પૂરતા, આશરે પચીસસેા વર્ષ જેટલા પ્રાચીન પુરાવારૂપ, જૂના મૂળનાયક તેવીસમા તી કર ભગવાન પાર્શ્વનાથની ( જે અત્યારે શામળિયા પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે, એમની ) મૂર્તિ બિરાજમાન કરવામાં આવેલ છે. શ્યામ રંગની, ર૭ ઈંચની આ પ્રતિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org