SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત માન ભદ્રેશ્વર વસઈ મહાતીથ નયનમનેાહેર અને ધ્યાન ધરવાની પ્રેરણા જાગે એવી પ્રભાવશાળી છે [ ચિત્ર નં. ૨૭ ]. એના ચમત્કારની પણ કાઈ કાઈ વાતા લાકમુખે સાંભળવા મળે છે. આ પ્રતિમા ભગવાન પાર્શ્વનાથની હાવા છતાં એના ઉપર નાગઙ્ગાનુ` છત્ર નથી, અને પ્રતિમાના લાંછન તરીકે મૂકવામાં આવેલ નાગનું ચિહ્ન, પમાસણમાં કાતરી કાઢવાને બદલે, તરવરાટથી ચાલ્યા જતા અને સજીવન જેવા લાગતા નાગના જેવુ' ઉપસાવીને બતાવવામાં આવેલ છે, અને એને સાનેરી રંગે રસી લેવામાં આવ્યું છે, એ આ જિનપ્રતિમાની ધ્યાન ખેંચે એવી વિશેષતા છે. આ દેરીમાં કાર્વાંત્સગ મુદ્રામાં શ્વેત આરસની, ૩૧ ઈંચની, એ પ્રતિમા, ભગવાન પાર્શ્વનાથની બંને બાજુ બિરાજમાન કરવામાં આવેલ છે; અને આ જૂના મૂળનાયકજીની આગળ સફેદ આરસની છત્રી ગેાઠવવામાં આવી છે. આ દેરીમાં ધાતુની બે ચાવીશી છે, એમાં એક ઉપર વિસ’૦ ૧૫૧૬ના અને ખીજી ઉપર વિસ॰૧૯૨૧ના લેખ છે. (વિસ’૦ ૧૯૨૧ના લેખવાળી બીજી પણ અનેક પ્રતિમાએ આ તીમાં છે. મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની અંને બાજુની મૂર્તિ એ પણ વિસ’૦ ૧૯૨૧ની જ છે.) આ પચીસમી દેરીની ખહાર, દેરીની જમણી તથા ડાખી માજુ તરફ, અનુક્રમે શ્રી પાર્શ્વનાથના અધિષ્ઠાયક દેવ પાર્શ્વ ચક્ષની અને અધિષ્ઠાયિકા દેવી પદ્માવતી દેવીની મૂર્તિ એ ગેાખલામાં મૂકવામાં આવેલ છે. લાંચરાવાળી દેરી ૩૫ અહીંથી આગળ વધીને, કાટખૂણેા વટાવીને, દેરીઓની નવી રાળ શરૂ થાય છે, તેની શરૂઆતમાં ૩૦, ૩૧, ૩૨ એ ત્રણ ન‘અરની દેરીએ એકસાથે અને એક જ દ્વારવાળી આવે છે. આ દેરીઓમાં પહેલાં ભેાંયરું હતું અને આશરે પાણેાસેા વર્ષ પહેલાં એનુ માં ઊઘાડું પણ હેતુ, એમ કાઈ કાઈ વૃદ્ધ વ્યક્તિ પાસેથી જાણવા મળે છે. આ ભેાંયરા સ`બધી કેટલીક લેાકવાયકા કે ૮. આ પ્રતિમાના ચમત્કારની એક કથા શ્રી ભદ્રેશ્વર તીમાં મને સાંભળવા મળી તે આ પ્રમાણે છે— સને ૧૯૭૪ના જૂનમહિનાની પાંચમી તારીખયી વીસમી તારીખ સુધી પૌંદર દિવસ માટે મારે ભદ્રેશ્વર તીમાં રહેવાનું થયું, ત્યારે ભુજના સંગીતપ્રેમી શ્રી માણેકલાલ ઉત્તમચંદ શાહ, એમનાં વાવૃદ્ધ માતુશ્રી સાથે ત્યાં આરામ માટે આવ્યા હતા. તા. ૧૧-૬-૭૪ના રાજ આ વાત કરતાં શ્રી મણિબહેને કહ્યું કે પચાસેક વર્ષોં પહેલાં અમે ભદ્રેશ્વરમાં આવીને રહેલાં. એક ક્વિસ રાતના ભાવના અને આરતી પૂરી થયા પછી દેરાસર માંગલિક થયું હતું અને અમે ધર્મશાળાના એટલા ઉપર વાતા કરતાં બેઠાં હતાં. ચારેકાર શાંતિ અને અંધારું ફેલાયેલાં હતાં. એવામાં અમારી સામેથી કાઈ પ્રકાશ ચાલ્યા આવતા હાય એવું અજવાળું દેખાયુ' અને સાથે સાથે સૂ-જૂ કરતા અવાજ પણ સંભળાયેા. ઘેાડીક વારમાં એ પ્રકાશ અને અવાજ બેય નજીક આવ્યા હાય એમ લાગ્યુ. પળવાર તા એ માટા પ્રકાશને લીધે આંખે। અંજાઈ જતી હોય એમ લાગ્યું. પણ પછી આંખેા સ્થિર કરીને જોયું તા ભગવાન પાર્શ્વનાથના અધિષ્ઠાયક ધરણેન્દ્ર તેજસ્વી મણિધારી નાગરાજનુ રૂપ ધારણ કરીને ચારેકાર પ્રકાશ-પ્રકાશ ફેલાવતા સુરસુરાટ કરતા આવી રહ્યા હતા, અને એમની પાછળ પાછળ પાર્શ્વનાથ ભગવાનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવી નાગણીના રૂપમાં ચાલ્યાં આવતાં હતાં. અમે એ જોઈને સ્તબ્ધ થઈ ગયાં, અને જોતજોતાંમાં તે એ નાગનાગણી દ્વાર બિડેલ દેરાસરમાં દાખલ થઈ અદૃશ્ય થઈ ગયાં. તે પછી કેટલીક વાર સુધી દેરાસરમાંથી ગીત,વાજિંત્રો અને નાટાર'ભના અવાજ સંભળાયા; અને પછી બધુ શાંત થઈ ગયું. આ અમે નજરાનજર જોયેલ પ્રસંગ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy