SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથી વળી, આને લીધે કહે કે ગમે તે કારણે કહે, આ તીર્થની યાત્રાએ આવનારા મેટાભાગનાં યાત્રિકો, ભગવાનનાં દર્શન-પૂજન કરીને તરત જ પાછા ફરી જવાને બદલે, છેવટે બે-ચાર દિવસની સ્થિરતા કરીને અહીં રહેવાની ભાવના ધરાવતાં હોય છે. આમ થવામાં ભેજનશાળા અને ધર્મશાળાઓની સંતેષકારક અને ઉત્તમ સગવડ, તીર્થને વહીવટ સંભાળનાર સંચાલક-મંડળ ટ્રસ્ટ મંડળ)ની જાગતી દેખરેખ, અને તીર્થના કર્મચારીવર્ગને હાર્દિક અને વિવેકભર્યો વર્તાવ પણ નિમિત્તરૂપ છે, એમ કહેવું જોઈએ. આ તીર્થધામની યાત્રાએ આવતા યાત્રિકની નજર, કેટલીક દરી ઉપરથી, ગગનમંડળમાં નક્ષત્રમાળાની જેમ શોભી રહેલ, ધવલ શિખરમાળા ઉપર સ્થિર થઈને, અંતરને આલાદકારી લાગણીથી ભરી દે છે. યાત્રિકને એ સમયે એમ જ લાગે છે કે જાણે હિમગિરિના હિમjજમાંથી અથવા દૂધ સમા શ્વેત સંગેમરમરની નાની સરખી ટેકરીમાંથી કંડારી કાઢેલ કેઈ અદ્દભુત પ્રાસાદ સામે ખડે છે—જાણે કેઈ નયનમનહર અને દિવ્ય દેવવિમાન, પોતાના સૌંદર્ય વૈભવ સાથે, ધરતી ઉપર ઊતર્યું ન હોય ! પુણ્ય યાત્રિક વધુ નજીક પહોંચે છે અને હવામાં લહેરાઈને ધર્મભાવનાની સુવાસ પ્રસરાવતી નાનાં-મોટાં શિખરો ઉપરની વેત અને લાલ રંગની દવજાઓને જોઈને અને કર્ણમધુર રણકાર કરીને ધર્મને સંદેશ સંભળાવતી ઘંટડીઓને સાદ સાંભળીને તે યાત્રિકનું અંતર ગદગદ અને લાગણીભીનું બનીને જાણે મૂકવાણું બેલી ઊઠે છે: ધન્ય પ્રભુ! ધન્ય આપનું ધામ ! અને ધન્ય આપને ધર્મ ! આપના ચરણે આવી અમે પણ આજે ધન્ય બનવાનાં! ત્રણ ગઢ જાણે અહિંસા, મહાકણું, સમતા અને વિશ્વમત્રીના અવતાર શ્રી તીર્થકર ભગવાનના સમવસરણની યાદ આપતાં હોય એમ, મેટાં-નાનાં ત્રણ પટાંગણ(મેદાન-કંપાઉંડ)ને ફરતા ત્રણ ગઢની વચ્ચે શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થનું ભવ્ય, કળામય અને સહામણું જિનમંદિર આવેલું છે. તીર્થનું સૌથી પહેલું પ્રવેશદ્વાર, તીર્થની ૪,૫૯,૧૦૦ ચોરસ ફૂટ જેટલા વિસ્તારની સમસ્ત ધરતીને સમાવતા વિશાળ મેદાનની આસપાસ ચણી લેવામાં આવેલ ગઢની વચ્ચે મૂકવામાં આવ્યું છે—જાણે ભગવાન તીર્થંકરના ધર્મરાજ્યની નાની સરખી રાજધાની જ જેઈ ! એ પ્રવેશદ્વાર ઉપર અંકિત થયેલા “સુસ્વાગતમ. શ્રી કચ્છ ભદ્રેશ્વર વસઈ મહાન જનતીર્થ” એ અક્ષરો યાત્રિકને પ્રભુની ઘર્મનગરીમાં આવકાર આપે છે. આ પહેલું પ્રવેશદ્વાર મુખ્ય ગઢની પશ્ચિમ દિશામાં છે. આ ઉપરાંત આ ગઢની ઉત્તર દિશામાં પણ બીજે માટે દરવાજે મૂકેલ છે. [ચિત્ર નં. ૧૪, ૧બ ] મંદિરની જમીનને ફરતો ગઢ બને એની સામે ભદ્રેશ્વર ગામના શાસકે અને બીજા ગરાશિયા-રજપૂત વગેરેને જબરો વિરોધ હતા અને તેઓ એ કામ કોઈ રીતે થવા દેતા ન હતા. અને આ કામ થાય એની સામે એમણે ભયનું એવું વાતાવરણ ખડું કરી મૂકયું હતું કે એ માટે કેઈની હિંમત જ ચાલતી ન હતી. પણ છેવટે આ તીર્થના અનન્ય ભક્ત પ્રજ્ઞાચક્ષુ પડિતવર્ષ શ્રી આણંદજી ભાઈએ એ કામ ગમે તે ભેગે પૂરું કરવાનો નિશ્ચય કરીને અને જીવના જોખમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy