SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ શાળી અને વિખ્યાત નગરી હતી, એ તો જાણીતું છે. ભદ્રેશ્વર નગરીનું ભાગ્ય તો તે પછી, પ્રકાશ અને અંધકારને વેરતા કાળચક્રનો ભોગ બનીને, ક્રમે ક્રમે આથમતું ગયું અને અત્યારે એક સામાન્ય કસબારૂપે એનું નામ સચવાઈ રહ્યું છે. પણું શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થ તરીકે વિખ્યાત બનેલ જૈન યાત્રાધામની વાત કંઈક જુદી છે. તીર્થને પુણ્યયોગ શરૂઆતમાં ઘણા સૈકા સુધી તેવીસમા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથના તીર્થ તરીકે અને છેલ્લા કેટલાક સમયથી ચાવીસમા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીરના તીર્થ તરીકે વિખ્યાત બનેલ ભદ્રેશ્વર-વસઈ તીર્થે પણ ચડતી-પડતીના અનેક યુગોને અનુભવ કર્યો હતો. આમ છતાં આ તીર્થભૂમિને કેઈએ અજબ પુણ્યયોગ સમયે સમયે જાગતો રહ્યો છે કે જેથી એ કાળના ગોઝારા પંજામાંથી નામશેષ થતાં બચી જઈને ફરી પાછી પ્રભાવશાળી બનતી રહી છે. તડકાછાયાના આવા તો અનેક તબક્કા આ તીર્થભૂમિ ઉપર આવી ગયા; પણ એકંદર એ બધાને એ સુખરૂપ પાર કરી ગઈ છે. અને, વિશેષ આનંદ અને આશ્ચર્ય પમાડે એવી બીના તો એ છે કે, છેલાં સોએક વર્ષ દરમ્યાન એનો મહિમાં ઉત્તરોત્તર વિસ્તરતો જ રહ્યો છે અને હજી પણ એમાં વધારે થતો જ જાય છે. શ્રી ભદ્રેશ્વર તીર્થનું નામ ભારતના દૂર દૂરના ખૂણામાં ગુંજતું થયું છે અને જૈન સંઘના હૃદયમંદિરના અણુ અણુમાં આ તીર્થ તરફનું આકર્ષણ, જાણે શુકલપક્ષના ચંદ્રની કળાની જેમ, ક્રમે ક્રમે વધતું જતું હોય એમ જ લાગે છે. શાંત, એકાંત, સેહામણું ધર્મસ્થાન આ સ્થાન પૃથ્વીના પૂર્વ ગોળાર્ધમાં ૨૩ અક્ષાંશ અને ૭૦ રેખાંશ ઉપર આવેલું છે, અને અત્યારે એ સાગરકિનારાથી ત્રણેક માઈલ જેટલું દૂર છે. તનના તાપ હરે એવું સુંદર અને તાજગી આપે એવું તંદુરસ્ત એનું હવામાન છે. ઉનાળામાં પણ શીતળ પવનની લહરીઓ ત્યાં હમેશાં વહ્યા જ કરે છે; અને એ પવનની લહરીઓ એવી નિર્મળ હોય છે કે એમાં ધૂળ અને ધુમાડાની કે દુધની ખરાબીનું નામ પણ નથી હોતું. - મનના સર્વ સંતાપ અને ઉગને દૂર કરીને પરમેશ્વરના સાંનિધ્યનું અંતરમાં સંવેદન જગાડે, પરમાત્માનું નામસ્મરણ કરવાની પ્રેરણા આપે અને ત્રિલોકના નાથને મહિમા સમજવામાં સહાય કરે, એવું શાંત, એકાંત અને મધુર ભદ્રેશ્વરનું વાતાવરણ છે. અને, આ બધાથીય આગળ વધીને, એાછી જરૂરિયાતોથી જીવન જીવી જાણવાની કળાના આનંદને નમૂને અનુભવવાનું અને એને થોડોક પણ બોધપાઠ સમજવાનું જાણે આ કઈ વિશિષ્ટ ધમધામ હોય એમ, ન અહીં હોટલોની લંગાર છે, ન સિનેમા-નાટકોની જંજાળ છે કે ન ભાગવાનને ભૂલી જવાય એવાં ભેગ-વિલાસનાં સાધનો છે. જરાક પણ ભાવનાશીલતા ધરાવનાર સહુદય યાત્રિકને ભક્તિ, તપ, ત્યાગ, સંયમ અને વૈરાગ્યને મહિમા સમજાય એવી પુણ્યપ્રેરક આ ધરતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy