SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ સજાવ્યા જેને રસશણગાર, લતામંડપ સમ ધર્માચાર –મહાકવિ ન્હાનાલાલ (ચિત્રદર્શનો, કાવ્ય પહેલું. કડી ૧૦, સને ૧૯૨૧) કચ્છની સાહસિકતાનો પ્રેરક અને સમૃદ્ધિનો જનક કચ્છનો દરિયાકિનારે ઘણે વિશાળ છે, અને એમાં કચ્છના અખાતન અને અરબી સમુદ્રને સંગમ થાય છે. ભદ્રેશ્વર નગરની જાહેજલાલી અને સ્મૃતિ કરછના અખાતના જ કિનારે આવેલું ભદ્રેશ્વર નગર અને બંદર બને, પ્રાચીન સમયમાં, સાડાત્રણસો વર્ષ પહેલાં, ખૂબ સમૃદ્ધિશાળી અને ધીકતા વેપાર તથા આયાત-નિકાસનાં મથક હતાં. સમય જતાં એ સાગરકિનારે ત્રણેક માઈલ દૂર જતો રહ્યો, નગરની સ્થિતિ “પટ્ટણ સો દટ્ટણ’ના જેવી વેરાન અને બિમાર થઈ ગઈ અને બંદર મોટી હેડી કે નાના વહાણને પણ આવવા અને લાંગરવાની ભાગ્યે જ સગવડ આપી શકે એવું છીછરું અને નબળું બની ગયું. પરિણામે ભદ્રેશ્વર બંદર અને નગરીની જાહોજલાલી કેવળ ભૂતકાળની વાતો બની ગઈ! અને છતાં ભદ્રેશ્વર નગર અને બંદરને લોકસ્મૃતિમાંથી સાવ વીસરાઈ જતાં રોકીને, આજે પણું જનહૃદયમાં એમનું આદર અને ગૌરવભર્યું સ્થાન ટકાવી રાખ્યું છે, આશરે પચીસ વર્ષ જેટલા પુરાતન મનાતા એક જિનમંદિરે, તથા સખાવતીદિલ, સાહસિકતા અને ત્રણ ત્રણ દુષ્કાળના સામનાને લીધે જગલ્પિતા જેવા ગૌરવને મેળવીને જનમાનસમાં સદાસ્મરણીય અને અમર બની રહેલા શાહદાગર જગડૂશાહના પુણ્ય નામે. ભદ્રેશ્વર-પ્રાચીન ભદ્રાવતી નગરી-નું નામ લઈએ અને જગડૂશાહનો જાજરમાન અને ભવ્ય ભૂતકાળ જાણે નજર સામે ખડો થાય છે. ભદ્રાવતી નગરી જગડૂશાહના વખતમાં અને તે પછી વર્ધમાન-પદ્ધસિંહશાહના સમય સુધી પણ ખૂબ સમૃદ્ધિ ૧. આ અંગે અંચલગચ્છના આચાર્ય શ્રી અમરસાગરસૂરિએ વિ. સં. ૧૬૯૧ માં રચેલ “શ્રીવર્ધમાન -પસિંહ શ્રેષ્ઠિચરિત્ર'માં સર્ગ ૯, ક ૨૬ અને ૨૭માં જણાવ્યું છે કે भद्रावल्यामयान्येधु-महामारो प्रवर्तिता । मरणं बहुलोकानां तेन जातं भयप्रदम् ॥ २६ ॥ शनैः शनैस्ततश्चैवं पुरी सोद्वसिता ततः । पौढि माऽपि हहा तस्या जग्रसे कालरक्षसा ॥ २७ ॥ અર્થાત્ તે પછી (વર્ધમાનશાહના સ્વર્ગવાસ પછી) ભદ્રાવતી નગરીમાં મોટો મરકીને ઉપદ્રવ થયે, તેમાં ઘણા લોકોનાં મરણ થયાં અને ત્યાર પછી એ નગરી ધીમે ધીમે વેરાન થઈ ગઈ અને એની જાહેરજલાલીને કાળરૂપી રાક્ષસ ભરખી ગયે. (તથા જુઓ, અંચલગચ્છદિગ્દર્શન, પૃ. ૩૯૫ તથા ૪૩૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy