________________
કચ્છમાં જૈન ધર્મ અને જૈન મહાજન
અને કચ્છના ભૂતપૂર્વ મહારાઓશ્રી મદનસિંહજી તો અત્યારે પણ જૈન સંઘ સાથે મીઠા સંબંધ રાખે છે અને, અવસર મળ્યું, જેન સંઘનાં ધર્મકાર્યોમાં ઉલ્લાસથી ભાગ લે છે અને પિતાને ફાળ પણ આપે છે. ૧૮
જગડુશાહનું નામ અને કામ અને કચ્છના જૈનધર્મનાં અને કચ્છના જૈન મહાજનનાં બધાં સત્કાર્યો અને પ્રભાવ ઉપર કીર્તિ કળશરૂપે શોભી રહે છે દાનેશ્વરી, પરમ પરોપકારી અને ધમની મૂતિ સમા શ્રેષ્ઠીવર્ય જગડુ શાહનાં નામ અને કામ. શ્રી ભદ્રેશ્વર તીર્થનું નામ લઈએ કે તરત જ સ્વનામધન્ય જગqશાહનું
સ્મરણ થઈ આવે; જગડૂશાહને યાદ કરીએ અને ભદ્રેશ્વર તીર્થ નજર સામે ખડું થાયઃ એ બે વચ્ચે આવી અભિન્નતા યા એકરૂપતા સધાઈ ગઈ છે અને જાણે એકબીજાના પર્યાયરૂપ બની ગયા હાય એમ જ લાગે છે—જાણે કાયાની છાયા જ જોઈ લ્યો ! એમણે અથવા એમના વડવાઓએ, વડવાઓની જન્મભૂમિ કંથકોટના કિલ્લામાં ચણવેલ અને કેટલાય સૈકાથી સાવ જીર્ણશીર્ણ હાલતમાં મુકાઈ ગયેલ ભગવાન મહાવીર સ્વામીનું મંદિર કદાચ કચ્છમાંના જૈન સ્થાપત્યને જૂનામાં જૂના અવશેષમાંને એક હશે. એ જ રીતે જગડૂશાહ પછી બેએક સૈકા પછી થયેલ શ્રેષ્ઠી વર્ધમાનશાહ તથા પદ્ધસિંહશાહ પણ ભદ્રેશ્વરમાં જ આવીને વસ્યા હતા અને એમણે પણ આ તીર્થને જીર્ણોદ્ધાર તથા બીજા અનેક સુકૃતો કર્યા હતાં.
સદ્ભાગ્યે, અનેક નાના-મોટા કુદરતના કેપ અને માનવસર્જિત ઝંઝાવાતેનો સામનો કરીને, શ્રી ભદ્રેશ્વર-વસઈનું ભગવાન પાર્શ્વનાથનું તથા શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનું ભવ્ય મહાતીર્થે, અત્યારે પણ પૂરી જાહોજલાલીપૂર્વક ટકી રહ્યું છે અને દાનશૂર જગફૂશાહ અને એમની તેમ જ વર્ધમાનશાહ તથા પદ્ધસિંહશાહ જેવા કચ્છના અનેક ધર્માત્મા દાતાઓની કીર્તિકણા સંભળાવીને ધર્મભાવનાની પ્રભાવના કરી રહ્યું છે. - ત્યારે હવે શ્રી ભદ્રેશ્વર-વસઈના જૈન મહાતીર્થનું દર્શન અને એના મહિમાનું થોડું કીર્તન કરીને પાવન થઈ એ. દેશળજી બાવાએ જે રસ બતાવ્યું છે અને જે સાથ અને સહકાર આપ્યો છે ને એના વિકાસ માટે લક્ષ્મી ખર્ચવા સહિત ઉત્તેજન આપ્યું છે, તે રીતે, જે દેશમાં પરમ પવિત્ર, અલૌકિક તીર્થ છે તે કરછ દેશના રાજા તરીકે અમે પણ આ તીર્થના વિકાસમાં ઊંડો રસ લઈશું ને તન-મન-ધનથી અમારાથી જે પણ બનશે તે બધું કરી છૂટછું, આ તીર્થના કેઈ પણ અમારા જેવા કામ માટે અમે હમેશાં તૈયાર રહેશે એવી આથી ખાતરી આપીએ છીએ ને અમારા રાજ્યમાં ધાર્મિક ખ્યાલ નીચે અત્યાર સુધી અમારા રાજકુટુંબ અને બીજાએ તરફ થી જે પશુ વધે થાય છે, તે આ તીર્થમાં અમારા આવવાની યાદગીરી તરીકે બંધ કરાવવાને હકૂમતી પ્રબંધ કરીશું.”
અભયદાન અને અમારિ-પ્રવર્તનના આ કાર્યનું મૂલ્ય કેટલું બધું છેઆટલા માટે જ ધર્મશાસનમાં રાજાને રીઝવવાની વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
૧૮. આ વર્ષે ભુજનગરમાં ભગવાન મહાવીરના પચીસસમાં નિર્વાણ મહત્સવને મેટ સમારોહ થયો હતો, એમાં વર્તમાન મહારાજ શ્રી મદનસિંહજીએ ઉલ્લાસથી ભાગ લીધો હતો અને આર્થિક ભેટ પણ ધરી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org