SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીય ઉપેક્ષા કરવા બદલ કચ્છના જૈન સંઘના અગ્રેસરને ઠપકો આપીને છેવટે એનું સમારકામ સારી રીત થાય એવી ગોઠવણ એમણે કરી હતી. તેઓની હયાતીમાં આ કામ પૂરું ન થયું તેથી એમના ઉત્તરાધિકારી મહારાઓશ્રી પ્રાગમલજી બીજાએ એ પૂરું કરાવ્યું હતું. પણ એને ખરો યશ તે ગોરજ ખાંતિવિજયજી તથા દેશળજી બાવા બીજાને ફાળે જાય છે એમાં શક નથી. રાઓશ્રી લખપતજી વિદ્યા પ્રત્યે ખૂબ પ્રીતિ ધરાવતા હતા, અને પોતે કવિ પણ હતા. એમણે જેન ભટ્ટા૨ક શ્રી કનકકુશળજીની પ્રેરણુથી ભુજમાં વ્રજ ભાષા અને કવિતાકળા શીખવવાની એક ખાસ પાઠશાળા સ્થાપી હતી. આ પાઠશાળાએ દેશભરમાં ઘણી નામના મેળવી હતી. વર્તમાન નિવૃત્ત મહારાઓશ્રી અત્યારના નિવૃત્ત મહારાઓ શ્રી મદનસિંહજીના પિતા સદ્ગત મહારાઓ શ્રી વિજયરાજજીએ જ્યારે ભદ્રેશ્વર તીર્થની મુલાકાત લીધી હતી અને જૈન સંઘે એમનું ઉમળકાથી સ્વાગત અને બહુમાન કર્યું હતું, એ વખતે તેઓએ, પિતાની આ તીર્થની યાત્રાના કાયમી સ્મરણરૂપે, કચ્છભરમાં ધમને નામે થતો જીવવધ બંધ કરવાની જાહેરાત કરી અમારિ-પ્રર્વતનમાં પોતાને અનુકરણીય અને પ્રશંસાપાત્ર ફાળો આપ્યો હતો.૧૦ ૧૬. આ પાઠશાળાનું મહત્ત્વ સમજાવતાં “કચ્છનું સંસ્કૃતિદર્શન”માં (પૃ. ૫૩-૫૪) લખ્યું છે કે – તેમણે (મહારાવ શ્રી લખપતજીએ) પોતે ભટ્ટાર્ક કનકકુશળજી પાસેથી વ્રજ ભાષાને અભ્યાસ કર્યો અને * લખપતપિંગળ' નામનો ગ્રંથ રચાયો. પરિણામે જગતની અદ્વિતીય એવી કાવ્યકળા શીખવાની પાઠશાળાની ભૂજમાં સ્થાપના થઈ. કવીશ્વર દલપતરામ કવિઓની શાળાના કાવ્યતીર્થનાં દર્શન કરી ત્યાં કાવ્યપ્રસાદી મેળવી અને કવિતા-દીક્ષા લઈ ભુજની યાત્રાને કાવ્યયાત્રા માનેલી. કવિશ્રી ન્હાનાલાલ વ્રજ ભાષાની એ પાઠશાળાને અર્થ આપતાં લખે છેઃ “ કાવ્યકલા શીખવાની કછ ભુજમાં પોશાળ હતી–આજે પણ છે. કવિઓ સૂજવાની એ પાઠશાળા કદાચ દુનિયામાં અદિતીય હશે, ઘણું કાવ્યરસિકે ત્યાં ભણી રાજદરબારોના કવિરાજે થયા છે. એ કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રો શિખવાય છે, ને રસપાસકેને જીવનરસની વાડીઓમાં ઘુમાવી, ઋતુઓ ને તડકી છાંયડી પ્રીછાવી, અભિસિંચન, ઉછેર, ફાલવીણણ, ગૂંથન, બગીચાશાસ્ત્રને શાસ્ત્રી ઊછરતાં બાગવાનેને ભણાવે એમ, ત્યાં ભણાવાય છે. કરછના મહારાવનું ભૂજિયે સિંહાસન છે, પણ ભૂજની પિશાળ તે કરછના મહારાવને કીર્તિમુગટ છે.” કવિવર નાનાલાલની આ કાવ્યમય વાણી આ પાઠશાળાનું કેવું સુખ અને સુંદર શબ્દચિત્ર આલેખે છે! ૧૭. સ્વર્ગસ્થ પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્ય શ્રી આણંદજીભાઈએ ભદ્રેશ્વરની જીણું પ્રતને ઉતારો કરાવી લેવાની સાથે આ તીર્થને જે પરિચય વીસેક વર્ષ પહેલાં (સને ૧૯૫૫ની સાલમાં) લખાવી રાખે છે, એમાં (પૃ. ૧૨) સદૂગત મહારાએ શ્રી વિજયરાજજીની મુલાકાતને ઉલ્લેખ કરવાની સાથે એમણે એ વખતે વ્યક્ત કરેલી લાગણીની નોંધ પણ આ પ્રમાણે કરાવેલી છે: “સદ્દગત મહારાઓ શ્રી વિજયરાજજી સાહેબ બહાદુર અહીં (ભદ્રેશ્વર તીર્થમાં) પધારેલા ત્યારે તીર્થના કચ્છભરના જૈન આગેવાનોએ કરેલ એમના શાનદાર સ્વાગત પછી પ્રમુખસ્થાનેથી તેઓએ કહ્યું હતું કે “મારા જીવનકાળમાં આ તીર્થમાં આવીને મને જે આત્માનંદ અને પરમસંતોષ પ્રાપ્ત થયા છે, તે આનંદ અને સંતોષ મારા સમગ્ર જીવનકાળમાં મેં અનુભવ્યું નથી. આ તીર્થના વિકાસમાં મારા વડીલ દાદાના પિતા પુન્યશ્લેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy