________________
કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન
ખૂનામરકી અને વૈર-વિરોધની ઉગ્ર ભાવનાથી ડહોળાયેલું કચ્છનું રાજકારણ જ્યારે કંઈક સ્થિરતા અને સ્વસ્થતા તરફ પડખું ફેરવવા લાગ્યું તે જાડેજા રાજવંશીઓના સમયમાં, રાઓશ્રી ખેંગારજી બાવા પહેલાના રાજ્યશાસનમાં. સાડાચાર-પાંચ વર્ષ પહેલાંના એ કટોકટીના સમયમાં કચ્છના સીમાડે, ધ્રાંગધ્રા પાસે ચરાડવા ગામમાં રહેતા ગોરજી શ્રી માણેકમેરજીએ રાવ ખેંગારજીને, પોતાના જ્ઞાનને બળે એમનું ઉજજવળ ભવિષ્ય ભાખીને, જે સાથ અને સાંગ (મેટો તેલદાર ભાલો) આપ્યાં હતાં, એણે કચ્છના લોહી નીંગળતા ઈતિહાસને સુખ-શાંતિ જનક ન વળાંક આપ્યો હતો. જેના પતિ શ્રી માણેકરજીની આ રાજયસેવા આચાર્ય શ્રી શીલગુણસૂરિજીએ કરેલ વનરાજ ચાવડાની કેળવણીનું અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યું કરાવેલ કુમારપાળની રક્ષાનું સ્મરણ કરાવે એવી છે. આને લીધે જેમ કચ્છનું રાજકારણ સ્થિર બન્યું, તેમ ગોરજી માણેકમેરજીનું નામ કચ્છની રાજસત્તાનો તેમ જ પ્રજાના હૃદયમાં હંમેશ માટે જડાઈ ગયું. યતિ શ્રી માણેકમેરજીની આ રાજસેવાની નોંધ કચ્છના ઇતિહાસને લગતાં સંખ્યાબંધ પુસ્તકમાં લેવામાં આવી છે, એટલું જ નહીં, મહારાઓશ્રી ખેંગારજી બાવા પહેલાએ એમને છમાં-ભુજનગરમાં બોલાવીને એમને માટે ખાસ પોસાળ બંધાવી આપીને અને રાજ્યમાં એમને વંશપરંપરાગત વિશિષ્ટ દરજજો આપીને પોતાની ઊંડી કૃતજ્ઞાની લાગણી દર્શાવી હતી. અત્યારે એમની ગાદીએ ગોરજી શ્રી ભદ્રમરજી આ દરજજો સંભાળે છે. એમને રૂબરૂ મળવાનું અને એ એતિહાસિક સાંગને નજરે નજર જેવાને મેં તા. ૨૨-૩-૭૫ના રોજ ભુજ શહેરમાં લાભ લીધો હતો.
વિક્રમના સત્તરમા સૈકામાં રાઓશ્રી પ્રાગમલજીએ તપગચ્છના શ્રી વિવેકહર્ષ ગણિની અને અંચળગછના શ્રી કલ્યાણસાગરસૂરિજીની પ્રેરણાથી ધર્મના અને લોકકલ્યાણનાં અનેક કાર્યો કર્યા હતાં અને રાજ્યમાં કેટલાક દિવસો માટે અમારિનું-જીવરક્ષાનું પ્રવર્તન પણ કર્યું હતું, અને ગોવધ હમેશને માટે બંધ કરાવ્યો હતો.
પ્રજાકલ્યાણનાં કામો અને ગુણિયલ રહેણીકરણીને કારણે વિક્રમની અઢારમી સદીમાં કચ્છની . પ્રજાએ મહારાઓશ્રી દેશળજી બાવા પહેલાને “દેશરા પરમેસરા” કહીને પરમેશ્વરના જેવું આદર
ણીય સ્થાન પોતાના હૈયામાં આપ્યું હતું. એ જ રીતે વિક્રમની ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં થઈ ગયેલ દેશળજી બાવા બીજાને પણ પ્રજાએ એમની ઉઢાર અને ઉમદા પ્રકૃતિ અને પ્રવૃત્તિઓને કારણે એ જ બિરુદથી નવાજ્યા હતા. દેશળજી બાવા બીજા શ્રી ભદ્રેશ્વરના-વસઈ જૈન તીર્થ પ્રત્યે ઘણું લાગણી ધરાવતા હતા અને એના વિકાસમાં એમણે ઘણે રસ લીધા હત–આ તીર્થ તે કચ્છનું ભૂષણ અને ગૌરવ છે, એમ સમજીને. ઉપરાંત, ભદ્રેશ્વર તીર્થની બિસ્માર હાલત જોઈને જેમનું રોમ રેમ ભારે વેદના અનુભવતું હતું અને જેઓ આ તીર્થને વહેલામાં વહેલો ઉદ્ધાર થાય એવી ઉત્કટ ઝંખનાને પૂરી થયેલી જોવા માટે જ જાણે પિતાના જીવનને ટકાવી રહ્યા હતા, તે તપગચ્છના યતિ શ્રી ખાંતિવિજયજીને રાઓશ્રી દેશળજી બાવાએ આ તીર્થનો ઉદ્ધાર કરાવી આપવાનું વચન આપ્યું હતું અને આ મહાન તીર્થની આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org