SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કયાં જૈનધર્મ અને જૈન મહાજન પણ જૈનસંઘને ગૌરવશાળી બનાવી રહ્યા છે. કમાણીનાં ઓછાં સાધન, ઓછી અને અનિયમિત વૃષ્ટિ, દુષ્કાળની આપત્તિને સતત ભય અને ધરતીકંપ આદિ કુદરતી કોપ જેવાં કારણોએ કચ્છની પ્રજાનું સાહસી, સહનશીલ, પ્રાણવાન, હિંમતબાજ અને દૂરના અને નજીકના દેશો સાથે દરિયાઈ સંબંધ બાંધી જાણનાર દરિયાખેડૂ જૂથ તરીકે સર્જન કર્યું છે. અને આ જૂથમાં કંઈ એક કોમ કે એક જ્ઞાતિને નહીં પણ જન વણિક કોમ સહિત અઢારે આલમને સમાવેશ થાય છે.૧૧ આમાં કચ્છના સાહસી, શક્તિશાળી અને ભાગ્યવંત અનેક જન સંગ્રહસ્થાએ કરછમાં રહીને કે કચછ બહાર જઈને પુષ્કળ સંપત્તિ રળીને તથા શાહસોદાગર જેવું મોટું બિરુદ મેળવીને કરછની શાન વધારી છે, એટલું જ નહીં, એમણે પોતાના વતનમાં જૈનધર્મનાં અનેક સત્કાર્યો કરવાની સાથે સાથે, સામાન્ય પ્રજાજનોની સેવા માટેનાં કાર્યો કર્યા છે, અને કચ્છ બહારના પ્રદેશોમાં પણ ધર્મ અને લોકસેવાનાં કાર્યો કરીને પોતાની સંપત્તિને ધન્ય બનાવી છે. આમ કરીને તેઓએ પોતાની દાનશીલતાને લાભ સૌને આપ્યો છે અને જૈનધર્મની દાનની ભાવનાને જીવી બતાવી છે.૧૨ મુંબઈ બંદરને વિશ્વવિખ્યાત બનાવવામાં કચ્છના જૈન સાહસવીરે અને સાદાગરને ૧૧. આ અંગે “ કારા ડુંગર કચ્છજા”માં (પૃ. ૬) સૂચવ્યું છે કે “ કરછીઓનું દરિયા પ્રત્યેનું આકર્ષણ જન્મજાત છે. તે નાવિકેપૂરતું જ મર્યાદિત નથી. હિંદુ કે મુસલમાન વેપારીઓ અને શાહદાગર, બધા માટે દરિયાઈ સફરો ખેડવી સહજ છે. સદીઓથી તેઓ પૂર્વ આફ્રિકા, અરબસ્તાન, ઈરાની અખાતના દેશ વગેરે દૂરદૂરના મુલ તરફ દરિયાઈ મુસાફરી કરતા આવ્યા છે. જંગબાર અને ટાંગાનિકામાં તો તેઓએ લાંબા સમયથી બહુ સારી જમાવટ કરી છે. કચ્છીઓની લાક્ષણિક હિંમત, અને સાહસ, હિન્દુસ્તાનના અન્ય પ્રદેશના વ્યાપારી વર્ગમાં અનેરી ભાત પાડે છે.” વળી, આ જ ગ્રંથમાં (પૃ૦૧૯-૨૦) કચ્છની પ્રજાના વિદેશના વસવાટ માટે કહેવામાં આવ્યું છે કે “કચ્છી કે કચ્છમાં કામધંધો કરી આજીવિકા મેળવે છે તેમ બહાર પણ વસે છે અને ત્યાં જ રોજી મેળવે છે. મુંબઈ, કલકત્તા, ઈસ્ટ આફ્રિકા, એડન, ઈરાની અખાત, યુરેપ કે અમેરિકા જ્યાં જશે ત્યાં સારા પ્રમાણમાં કચ્છીઓને વસવાટ જોવામાં આવશે.” અને દેશ-વિદેશમાં કચ્છ દેશનું નામ રોશન કરનાર શાહસવગરે અને આગેવાનોની ડીક નામાવલી યાદ કરીએ છીએ તો એમાં બધી જાત અને કામના નરવીરોનાં નામ નોંધાયેલાં જોવા મળે છે: શેઠશ્રી ખેતસીભાઈ ખીંયસી જે. પી., શેઠ જેતશી જીવરાજ, શેડ કમ્મુ સુલેમાન, સમર્થ વેદવિદ પંડિત પીતાંબરદાસ, શેઠશ્રી વેલજી માલુ, શેઠ ગોકુલદાસ તેજપાલ, શેઠ ખટાઉ મકનજી, સર કરીમભાઈ ઈબ્રાહીમ બેરોનેટ, શેઠ શાંતિદાસ આસકરણ જે. પી. શેઠ નરશી નાથા, શેઠ મથુરાદાસ ગોકળદાસ, સર વસનજી ત્રિકમજી નાઈટ, શેઠ નરશી કેશવજી, ભક્તકવિ શિવજી દેવશી, શેઠ રહેમતુલા મહેરઅલી ચિનાઈ જે. પી, શેઠ સેજપાળ કાયા, શેઠ સુરજીભાઈ વલભદાસ, શેઠ tીજલભાઈ એમ. ચીનાઈ, શેઠ ભવાનજી અરજણ ખીમજી, શેઠ મેઘજી સેજપાળ, શેઠ કારશી વીજપાળ, શેઠ રવજી સાજપાળ, શેઠ લક્ષ્મીદાસ રવજી તેરશી, પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી આણંદજી દેવશી, દેશભક્ત શ્રી યુસુફ મહેરઅલી, શેઠ કાજલભાઈ કરીમભાઈ વગેરે કેટલીય વગદાર અને રાજ્યમાન્ય વ્યક્તિઓનાં નામ યાદ આવી જાય છે. ૧૨. કચ્છના જૈન મહાજનની દાનવૃત્તિ અને સેવાભાવનાથી કચ્છમાં માંડવીમાં આદર્શ અને બેનમૂન કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy