SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ * તૈયાર રહેવુ' એ મહાજનની વિરલ વિશેષતા હાય છે. ફકત ૬૪ વર્ષ પહેલાં, વિ॰ સ’૦ ૧૯૬૭ની સાલમાં ખનેલા આવા જ એક કિસ્સા જાણવા જેવા છે. ત્યારે કચ્છમાં મહારાઓશ્રી ખે`ગારજી ખાવા ત્રીજાનું શાસન ચાલતું હતું. એક વાર બ્રિટિશ સરકારના કહેવાથી, કતલ કરવા માટે, કચ્છમાંથી ૭૦૦ ઘેટાં ખરીદ્વીને કસાઈ એ એમને બ્રિટિશ હકૂમતની હદમાં લઈ જતા હતા. રસ્તામાં અંજાર વગેરે ગામાના મહાજનાને આ વાત જાણીને દુઃખ તે બહુ થયું, પણ સામે કચ્છની રાજસત્તા અને ભારતની બ્રિટિશ સલ્તનત હતી, તેથી કાઈ એ એમને રાકવાની હિ`મત ન કરી અને આંખ આડા કાન કરવામાં શાણપણ માન્યું ! છેવટે રાપર તાલુકાના દેશલપુર ગામના બે સ્થાનકમાગી જૈન મહાજનાને આ વાતની ખખર પડી, એટલે એ આની સામે થયા અને, બ્રિટિશ સલ્તનત તથા કચ્છની રાજસત્તાના રાષની પરવા કર્યા વગર, ભારે જોખમ ખેડીને, એમણે એ સાતસાય ઘેટાંને અંજારની પાંજરાપાળમાં પહેાંચતાં કરીને એમના જીવ મચાવ્યા, ત્યારે જ એમને નિરાંત થઈ. એ એ સ્વનામધન્ય ભાઈ એ તે ધનજી મેારખિયા અને જગશી ભાલેરા.૯ વળી જૈન સંઘમાં થઈ ગયેલા અનેક પ્રભાવક આચાર્યો અને ધર્મગુરુએ પણ રાજસત્તા ઉપર પેાતાના પ્રભાવ પાડીને એની પાસે, સમયે સમયે, અહિંસા, અમારિ અને પ્રાણીરક્ષાનાં તેમ જ લેાકેાની ભલાઈનાં અનેક કામેા કરાવતા રહ્યા છે. જૈન શ્રમણસમુદાયે તથા જૈન મહાજને એ, આ રીતે પેાતાની શક્તિ અને તેજસ્વિતાના મળે, રાજસત્તા પાસે સત્કાર્ય કરાવ્યાના સખ્યાબંધ દાખલા જૈન પર‘પરામાં તથા એના ઇતિહાસમાં સચવાઈ રહ્યા છે;૧૦ અને આવા પ્રસગે આજે શ્રી ભદ્રેશ્વર-થસઈ મહાતીથ ૯. આ પ્રસંગને મે" મારા “ સુવર્ણાં કંકણુ '' નામે વાર્તાસંગ્રહમાં (પૃ૦ ૭૯) “ સલ્તનતની સામે ” નામની કથામાં વિગતે આલેખ્યા છે. ૧૦. અહિંસા, અમારિ અને કરુણાના પ્રસાર દ્વારા ધર્માંતીની પ્રભાવના કરવાના જગતઉપકારક મહાન કાર્યાંના પુરસ્કર્તા તા સ્વયં તીર્થંકર ભગવંતા પેાતે જ હતા; એટલે પછી, એમના પુનિત પગલે પગલે, એમના અનુયાયીઓ એ ધર્મ-અમૃતની લહાણી કરવા માટે પેાતાના મન-વચન-કાયાના પૂર્ણ યાગથી પ્રયત્નશીલ થાય એમાં શી નવાઈ ? આ રીતે છેક પ્રાચીન સમયથી શરૂ કરીને તે વર્તમાન સમય લગો ધ શાસનની પ્રભાવના દ્વારા લેાકાપકારના ધ્યેયને વરેલા શ્રમણવર્માંની એક અખંડ પરંપરા ચાલી આવી છે અને એ રીતે ચતુર્વિધ સંધના તેમ જ ભાવનાશીલ, શક્તિશાળી અને વગદાર શ્રાવકસંધને મહિમા શાસકવ માં તથા પ્રજાવમાં સમાન રીતે વિસ્તરતા રહ્યો છે. લોકજીવનમાં મહાજનપદ વિશેષ પ્રભાવશાળી લેખાય છે તે પણ આ કારણે જ. આ પરંપરામાં જેમ મહાન શ્રમણશ્રેષ્ઠોની તેમ શ્રાવકરત્નાની નામાવલી પણ શેાભતી રહી છે અને જૈન શાસનને વિશેષ ગૌરવશાળી બનાવતી રહી છે. આ રક્ષિતસૂરિ, કાલકર, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકરસૂરિ, હરિભદ્રસૂરિ, બપ્પભટ્ટસૂર, અભયદેવસૂરિ, કલિકાલસઈજ્ઞ હેમચ ંદ્રસૂરિ, જિનદત્તસૂરિ, જિનચ ંદ્રસૂરિ, કલ્યાણુસાગરસૂરિ, હીરવિજયસૂરિ વગેરેની ઉજજવળ પર‘પરામાંથી કાનું નામસ્મરણ કરીએ અને કાને ભૂલી શકીએ ? તેમાંય કલિકાલસર્વજ્ઞ હેમચ`દ્રાચાર્ય' એકબીજાના વિરાધી એવા બે ગૂજ`રપતિ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળદેવ ઉપર દાયકા સુધી પેાતાના ધમ પ્રભાવ વિસ્તારીને એમની પાસે ધમપ્રભાવના અને લેાકકલ્યાણનાં જે અનેક સત્કાર્યોં કરાવ્યાં, ગુજરાતના સમગ્ર પ્રજાજીવનનું જે સંસ્કારઘડતર કર્યું" અને સાહિત્યક્ષેત્રે જે અસાધારણ સર્જન કર્યું એ તા વિશ્વના ઇતિહાસમાં પણ અજોડ કહી શકાય એવું છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy