SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ નમન કચ્છની ધરતીને ઘરને શણગારવાની એની આવડત, જ્યાં જુઓ ત્યાં ચિત્રકામરૂપે પ્રગટ થતી સરસ્વતીની કામણગારી અને ચેતનવંતી સૌંદર્યશ્રીનાં જ દર્શન થાય છે. કચ્છની આ કળા-સંપત્તિ ત્યાંની પ્રજાના ગરીબ છતાં નિરાંતવાળા સંસ્કારી જીવનની સાખ પૂરે છે. સાહિત્ય, સંગીત અને કળા-માતા શારદાના વરદાન સમી-એ ત્રણે સર્જનશક્તિમાં આવો ઉત્તમ વારસો ધરાવનાર કચ્છની ધરતીને અને એની પ્રજાને શિક્ષણ અને સંસ્કૃતિમાં પછાત કહીએ તે સમજવું રહ્યું કે આ માટેનાં આપણાં તોલમાપ કંઈક પાંગળાં અને અધૂરાં છે અથવા આપણી સમજણમાં કંઈક ખામી છે. અને હવે તો અક્ષરજ્ઞાન-શાળા, મહાશાળા અને વિશ્વવિદ્યાલયના જ્ઞાન –ની બાબતમાં પણ કચ્છમાં વસતી કે ભારતમાં તેમ જ ભારત બહાર વસતી કચ્છની પ્રજા ઝડપથી આગળ વધી રહી છે અને કચ્છના શાહસોદાગરે, ઉદ્યોગપતિઓ અને સાહસિક પ્રજાજનના પ્રતાપે કચ્છની સમૃદ્ધિમાં પણ વધારે થવા લાગ્યો છે. આ રીતે કચ્છની ધરતી સરસ્વતી, લક્ષમી અને સંસ્કારિતા એ ત્રણે બાબતમાં વિશેષ ગૌરવંતી બનવા લાગી છે, એમ કહેવું જોઈએ. બીજુ આગવાપણું વળી, કચ્છની પ્રજાના પહેરવેશ અને ઘરેણાંમાં પણ એમની અનોખી રુચિ અને પ્રથા જેવા મળે છે. ઉપરાંત, કચ્છની ધરતીમાં અને એના ડુંગરાઓમાં વિજ્ઞાન અને વેપાર-ઉદ્યોગમાં કામ લાગે એવી વિપુલ ખનીજ સંપત્તિ છુપાયેલી પડી છે. કચ્છનાં પશુઓ અને ખાસ કરીને પંખીઓમાં કેટલીક એવી જાતે મળે છે કે જે બીજે ભાગ્યે જ જોવામાં આવે છે.૧૪ ઇતિહાસ કહે છે કે, એક કાળે કચ્છ મીઠાપાણી અને ખેતીની સારી પેદાશથી સમૃદ્ધ અને સુખી પ્રદેશ હતા, પણ સને ૧૮૧૯ (વિ. સં. ૧૮૭૫) ના મહાધરતીકંપે કચ્છની સુખસમૃદ્ધિને છીનવી લેવાનું અકાર્ય કર્યું અને ત્યારથી કચ્છની સુખ-શાંતિ-સમૃદ્ધિને કાયમને એવો ઘસારો પહોંચ્યો કે જેને અંત હજી સુધી આવ્યો નથી.૧૫ વળી, ભારત સ્વતંત્ર થયું અને કચ્છ, ભારત સાથે જોડાઈ ગયું ત્યાં સુધી કચ્છના રાજ્યશાસનને પિતાનું આગવું ચલણી નાણું પણ ૧૪. પશુઓમાં ઘૂડખર નામનું પ્રાણી, જેને જંગલી ગધેડા તરીકે ઓળખવામાં આવે છે તે અને પક્ષીઓમાં સુરખાબ (ફલેમીંગો) નામનું પંખી એ કેવળ કચ્છની ધરતીની જ વિશેષતા છે. જ્યારે પ્રસવકાળ આવે છે ત્યારે સુરખાબનું તે એક ટાપુમાં નગર જ વસી જાય છે. (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ. ૨૩૯, ૨૪૩, ૨૫૭) ૨ના દરબારી લેખક શેખ અબુલ ફઝલે, એના “ આયને અકબરી' નામે ગ્રંથમાં, કરછની બાહ્ય સ્થિતિનું વર્ણન આ પ્રમાણે કર્યું છે : “ કરછ એક વિશાળ અલગ પ્રદેશ છે. ઝાડ-પાન વગરને અને રેતાળ છે. ત્યાં ઉત્તમ ઓલાદના ઘેડા, સારા ઊંટ અને બકરાં-ઘેટાં ઉછેરાય છે. ત્યાંના રાજા યદુવંશી એટલે ચંદ્રવંશી કહેવાય છે. ભાયાતો જાડેજા લેકો દેખાવડા છે અને કદાવર છે, તથા દાઢી રાખે છે. તેમનું લડાયક બળ ૧૦,૦૦૦ ઘોડેસવારે અને ૫૦,૦૦૦ પાયદળ લશ્કરનું બનેલું છે. રાજા પોતે ભુજ શહેરમાં રહે છે. અને પશ્ચિમે ઝારા અને પૂર્વમાં કંથકેટ એમ બે સ્થળે મજબૂત કિલ્લાએ બાંધેલા છે.”( કારા ડુંગર કચ્છજા, પૃ. ૧૧૪) (આ વર્ણન આશરે ૪૦૦ વર્ષ પહેલાંનું છે.) ૧૫. આ માટે “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ,” ગ્રંથ ૧માં નોંધ્યું છે કે “ સિંધુ અને બીજી કેટલીક નદીએ કચ્છની ઉત્તરે સમદ્રસંગમ કરતી. એમાંની કઈ નદીઓ અધવચ લુપ્ત થઈ ગઈ, તો કેઈ નદીઓ વહેણ બદલી સિંધુમાં ભળી ગઈ. સિંધુના મુખ પણ સમય જતાં વધુ ને વધુ પશ્ચિમ તરફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy