SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ * શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ કચ્છી ભાષા એક સ્વતંત્ર અને ખળકટ તેમ જ અસરકાર આગવી મેલી હોવા છતાં એની પેાતાની કેાઈ લિપી નથી, અને છતાં એને સાહિત્યવારસા-માટા ભાગના પદ્યમય ગેય સાહિત્યના વારસા -લેાકમુખે જે રીતે સચવાઈ રહ્યો છે, તે હેરત પમાડે એવા છે. આ સાહિત્યવારસે જેમ પ્રણયકથાઓથી સમૃદ્ધ છે, તેમ શૌય કથાઓ, સાહસકથાઓ, અલિદાનકથાએ, શૃંગાર–વૈરાગ્યની ફૂલગૂંથણી દર્શાવતી અથવા શ`ગારમાંથી વૈરાગ્ય તરફ દોરી જતી સંસ્કારકથાઓ અને ધ કથાએથી પણ સમૃદ્ધ બનેલા છે. અને એનું કારણ કચ્છની પ્રજામાં જેમ પેાતાના પ્રેમ કે પ્રણયને માટે કુરબાની કરનારાં નર-નારી થઈ ગયાં, તેમ પોતાના વતનને કાજે, રાજભક્તિને માટે, સાગરના સાહસ ખેડવા કાજે, પેાતાના ધર્મ અને શીલની રક્ષા અર્થે અને પરમપિતા પરમેશ્વરની ખેાજ સારુ પણ જાનિશાની કરનારી અનેક વ્યક્તિએ થઈ ગઈ, એ છે.૧૨ જે પ્રજા આવી ચેતનવંતી, ખમીરદાર અને સ્વમાની હાય એનુ સાહિત્ય નબળુ` કે નગણ્ય કેવી રીતે હાઈ શકે ? જીવનના જીવંત રસમાંથી રચાયેલ આ સાહિત્યની તાકાત તા આયલાને બેઠા કરે અને મડાંને ઝૂઝતાં કરી શકે એવી છે. વળી, ભારતની કંઈક અંશે ઉત્તર દિશાએ અને કંઈક અંશે પશ્ચિમ દિશાએ આવેલ પંજાબ, સિંધ અને કચ્છ-એ ત્રણ પ્રદેશેાની ભાષાએ કે એલીએમાં ધ્વનિ અને ઉચ્ચારનું કંઈક એવુ* સામ્ય છે કે, અજાણ્યાને તે, પહેલે પરિચયે, એ ત્રણે ભાષા જાણે એક જ હાય એવા આભાસ થાય છે.૧૩ ભારતના સીમાપ્રાંતના આ ત્રણે પ્રદેશાને પડેાશી રાજ્યમાંથી આવી પડનારા આક્રમણુની સામે હમેશાં સજાગ રહેવુ પડે છે, એ જાણીતુ છે. આથી પણ કચ્છની પ્રજામાં તેમ જ એની ખેલીમાં તેજસ્વિતાના વાસ થયા હાય એ બનવા જોગ છે. એ જાણીને આનંદ સાથે આશ્ચય થયા વગર નથી રહેતું કે વ્રજભાષા અને કવિતાકળા શીખવાની અભિનવ કહી શકાય એવી પાઠશાળા શિક્ષણમાં પછાત ગણાતા કચ્છદેશમાં જ સ્થપાઈ હતી ! ( આની વિશેષ માહિતી આગળના “ કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન ” નામે ખીજા પ્રકરણમાં આપી છે. ) કચ્છનું સંગીત કચ્છનું પેાતાનુ જ છે. એની રાગ-રાગિણીઓ, ગાવાની તજો અને હલકેા, નૃત્ય-ગાનની રીતરસમા, સ‘ગીતને સાચવી બેઠેલી ખાવા, અતીત, ફકીરાની જમાત—આ બધું જ આગવુ અને અભ્યાસના ઉત્તમ વિષય ખની શકે એવું છે. અને એવી જ આગવી અને વિશિષ્ઠ છે કચ્છની કળાસપત્તિ. સાદા અને કઠણ પથ્થરમાં ક’ડારેલાં મુલાયમ અને ભાવવાહી શિલ્પા કચ્છનાં અનેક દેવધામેા, સ્મૃતિમા અને અન્ય સ્થાપત્યેાનાં ગૌરવરૂપ બની રહ્યાં છે, એ જ રીતે કચ્છની ચિત્રકળાના ભંડાર પણ દાદ માગી લે એવા વિપુલ અને વિવિધ વિષયને આવરી લે એવા છે. શું એનુ ચિત્રકામ કે શું એનું ભરતકામ, અને શું છાણ-માટી જેવી સાદી સામગ્રીથી ૧૨. આ વાતની સાક્ષી ઠેર ઠેર ઊભા કરેલા સતી અને શૂરાઓના પાળિયાએ, સતાનાં સ્મારકા, દેવસ્થાના, ધર્મનાં ધામા, તીર્થભૂમિ અને સેવા તથા સદાવ્રત માટે ઊભાં કરેલાં સ્થાને પૂરે છે. આમાંનાં કેટલાંક સ્થાના તા માનવજીવન સાથે વણુાઈને વિકાસ પામેલી શિલ્પકળા અને ચિત્રકળાના ઉત્તમ નમૂનાનાં સંગ્રહસ્થાને સમાં બની ગયાં છે. ૧૩, ભાષાશાસ્ત્ર અને ધ્વનિશાસ્ત્રના કોઈક અભ્યાસીએ આ ત્રણે ભાષાના શબ્દો અને એની ઉચ્ચારણ-પ૬તિના અભ્યાસ કરીને કચારેક એના ઉપર પ્રકાશ પાડવા જેવા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy