SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નમન કચ્છની ધરતીને ફેલાવવા માટે કદાચ વધારે ફળદ્રુપ ધરતી જેવા હોય.૧૦ સાહિત્ય, સંગીત અને કળાને વાર કોઈ પણ સ્થાન કે દેશની શિક્ષિતતા અને સંસ્કારિતાને માપવાને એક બીજે અને સાચા ગજ હોય છે; અને એ દષ્ટિએ પણ કચ્છનું મૂલ્યાંકન કરવા જેવું છે. એ ગજ છે સાહિત્ય, સંગીત અને કળારૂપ સંસ્કારત્રિવેણુના વારસાને. માનવીની પ્રતિભા-સર્જનશક્તિ આ સંસ્કારત્રિવેણુમાંથી કઈ પણ રૂપે પ્રગટે છે અને વિકસિત થઈ શકે છે. કચ્છી ભાષામાં જૂના વખતથી રચાતું અને મોટે ભાગે લોકમુખે સચવાતું આવેલું કચ્છનું લોકસાહિત્ય રુચિ, ભાવવાહિતા, વિષયની વિવિધતા, હદયસ્પર્શિતા અને મધુરતાની કસોટીએ બીજા પ્રદેશના સાહિત્યની હરોળમાં બેસી શકે એવું અને કચ્છની પ્રજાની પ્રશાંત અને પ્રચ્છન્ન સંસ્કારિતાને જોબ અપાવે એવું છે.૧૧ ૧૦. અત્યારે પણ શિક્ષણમાં અને આધુનિક ભૌતિક સંસ્કારિતામાં પછાત લેખાતા પ્રદેશની ધરતીમાં મહેકતી માનવતાની ફોરમ હજી પણ ત્યાં ટકી રહેલી આતિથ્યભાવના, પરગજુ વૃત્તિ, સરળતા વગેરે ગુણસંપત્તિની સાક્ષી પૂરે છે. સારાણસાઈનાં દર્શન આવાં સ્થાનમાં સાવ સહજપણે થાય છે. ૧૧. કચ્છની ધરતીનાં ખમીર અને ખુશબને એની મુખે મુખે રમતી રહેલી લોકકથાઓ અને લોકગીતોની સરવાણીઓએ અત્યાર સુધી સાચવી રાખી છે. વળી, કચ્છની સંતવાણીની પ્રસાદી તો એવી વિપુલ, હૃદયસ્પર્શી અને વિવિધતાથી ભરેલી છે કે એનું તો મૂલ્ય જ ન આંકી શકાય ! અને માનવીના અંતરમાં વસતી સ્નેહ-પ્રેમની સુંવાળી લાગણીઓને લેકજીવનમાં પ્રસરાવતી પ્રણય-કથાઓ પણ કચ્છના સાહિત્યને જાણે પ્રણયની ઊર્મિલતાના રંગે રંગી નાખે છે. કારાયલ અને કપૂરી, નાગવાળા અને નાગમતી અને લીલા અને ચનેસરની પ્રણયકથાઓ કવિની બાનીમાં યાદગાર બની ગઈ છે. અને આ કથાઓમાં શિરમોર સમી શોભી રહે છે જેસલ-તોરલની અમર કહાની અને વ્રજવાણીમાં સમપિત થયેલી આહિરિયાણીઓની રાસદીડાની કથા. - કરછની આગવી વિશેષતાનું વર્ણન કરીને તેમ જ કરછના સાહિત્યની મહત્તા દર્શાવીને એની સાચવણું કરવાને અનુરોધ કરતાં એલ. એફ. રણછુક વિલિયમ્સ યોગ્ય જ કહ્યું છે કે – કરકને પ્રદેશ સદીઓ સુધી હિંદુસ્તાનના અન્ય વિસ્તારથી કંઈક અલગ રહેલ હતો, એ હકીકત છે. પરંતુ તેને અર્થ એમ નથી, કે કરછને દુનિયાના બીજા ભાગે સાથે કાંઈ સંબંધ નહોતી અસ્મિતા સઈ હતી......સમગ્ર હિંદમાં જે ઐતિહાસિક ઘટનાઓ બનો છે, તેવી જ ઘટનાઓ, અલબત્ત, નાના સ્વરૂપે, કચ્છના ઈતિહાસમાં પણ બનવા પામી છે. વારંવાર થતાં વિદેશી આક્રમણે, જુદી જુદી સંસ્કૃતિઓનું મિશ્રણ, રાષ્ટ્રીય ભાવનાને ઉદ્દભવ વગેરે હકીકતવાળો કચ્છને ઇતિહાસ, રોમાંચક કહાણીએ તથા ઉપકથાઓથી ભરપૂર છે. કંઠસ્થ જળવાયેલું કચ્છનું સમૃદ્ધ કસાહિત્ય વિપુલ પ્રમાણમાં હસ્તી ધરાવે છે. પરંતુ તેમને બહુ જ થોડો ભાગ લિખિત સ્વરૂપમાં ઉપલબ્ધ છે....... કદાચ એક-બે વરસમાં જે ગણ્યાગાંઠયા લેકે કચ્છના મહામૂલા ઈતિહાસ અને લેક-સાહિત્યને પોતાના સ્મૃતિ-પ્રદેશોમાં જાળવતા આવ્યા છે, તેઓ પણ હમેશને માટે ચાલ્યા જાય અને તેમનું સ્થાન લેનાર કોઈ રહે નહીં. જે આ પ્રકારના અનેરા કંઠસ્થ લોક-સાહિત્યને સદંતર નાશ થવા પામે, તો કરછને માટે જ નહીં, પણ ભારત માટે પણ, તે એક ગંભીર નુકસાન ગણશે. આ લોકસાહિત્ય ખૂબ રસિક છે, એટલું જ નહીં પણ તે એમ પણ બનાવે છે, કે ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં તેમ જ સંપત્તિ વધારવાના મહાન કાર્યમાં કચ્છ પણ પોતાને સારો ફાળે આપતું થયું છે.” (કાર ડુંગર કચ્છજા, આમુખ, પૃ૦ -૬.) . રશધ્રુફ વિલિયમ્સની કચ્છી સાહિત્યની સાચવ શું કરવાની આ વાત કરછના આગેવાન અને સાહિત્યકારોએ ધ્યાનમાં લેવા જેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy