SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહેશ્વર-વસઈ મહાતીર્થ ષાર્થ આદર્યો, અને કેઈકે સાગરની સફરે કરવાનું સાહસ ખેડીને ભારતના મુંબઈ જેવાં બંદરે માં તેમ જ ભારત બહાર આફ્રિકા, બર્મા જેવા દેશોમાં જઈને વસવાટ કર્યો અને ત્યાં વેપાર-ઉદ્યોગો ખીલવવામાં, પિતાની હૈયાઉકલત અને હિંમતના બળે, સફળતા મેળવી. પછી તે નોકરી માટે પણ કરછની બહાર જવાની પરંપરા શરૂ થઈ. પણ આની સાથે સાથે, કચ્છની કલાકુશળતાને ન્યાય આપવા ખાતર, એ સ્વીકારવું જોઈએ કે “ કચ્છની આબાદીને પાયે જૂના સમયથી તેના પરદેશ સાથેના વેપાર-રોજગાર ઉપર રહે છે. પણ સાથેસાથ હસ્તકલાની કારીગરીને વિકસાવવા માટે પણ તેટલા જ પ્રયાસો ચાલુ છે. ક૭ પોતાની કલાત્મક કારીગરી માટે પ્રખ્યાત છે. રેશમ, કાપડ, ઝવેરાત, મીનાકામ, ભરતકામ, હાથીદાંત ઉપરનું તરકામ, છરી,ચપુ, જંબી, સૂડીએ, ઢાલ, તલવાર અને એવી બીજી હસ્તકલાની બનાવટો માટે કરછ લાંબા વખતથી જાણીતું છે.” (કારા ડુંગર કછજ, પૃ૦ ૩૪) કચ્છની સંસ્કારિતા કચ્છને શિક્ષણ અને સંસ્કૃતિની દષ્ટિએ આજે પણ પછાત પ્રદેશ કહેવામાં આવે છે ત્યારે, એને સીધેસીધો ઈનકાર કરવાને બદલે, કચ્છની પ્રજાના જીવન સાથે સાવ સહજપણે વણાઈ ગયેલી, અને જેનું એને પિતાને પણ વિશેષ ભાન કે ખોટું ગુમાન નથી એવી, કેટલીક બાબતે ધ્યાનમાં લેવાથી આ માન્યતા કેટલી ઉપરછલ્લી છે અને એમાં કેટલું ઓછું તથ્ય છે, એને ખ્યાલ આવી શકે. - શિક્ષણને અર્થ વાંચી-લખી શકાય એવું અક્ષરજ્ઞાન, એ સંકુચિત કરીએ તે એવા શિક્ષણમાં ભલે કચ્છ પછાત હોય; અને સંસ્કૃતિ કે સંસ્કારિતાનો અર્થ ઉત્તરોત્તર વધતી જતી જીવનની જરૂરિયાતો અને એને લીધે ફેશનપરસ્ત રહેણીકરણી એ સામાન્ય કરવામાં આવે છે, એવા સંસ્કાર પણ ભલે કચ્છમાં આછા કે ઓછા હોય; પણ સરળતા, સાદગી, આતિથ્યભાવના, એાછી જરૂરિયાતો અને આછેરી ફેશનેથી જીવન-વ્યવહાર ચલાવવાની આવડત, પરગજુ વૃત્તિ, ઈશ્વરપરાયણતા જેવા સામાણસાઈના અંદરના સદગુણોની દષ્ટિએ કચ્છ ન તો અભણ છે, ન સંસ્કારિતામાં કેઈથી ઊતરતો કે પછાત છે. બાકી તે, ચિત્તની અંદર રહેતી કષાયોની વૃત્તિને કારણે કલહકંકાસ, સ્વાર્થ પરાયણતા, અહંકાર-અભિમાન જેવા અવગુણે તે શિક્ષિત અને સંસ્કારિ ગણાતા દેશ-પ્રદેશે કે માનવીઓમાં પણ ક્યાં ઓછા હોય છે? કદાચ આધુનિક સંસ્કારિતા અને શિક્ષણમાં ઊછરતા દેશે અને માનવસમૂહમાં સાચી માનવતાને રૂંધી નાખે એવા અવગુણેની માત્રા વધારે પ્રમાણમાં હેચ, એવું માનવાની ફરજ પાડે એવી જ વસ્તુસ્થિતિ હોય ! આને લીધે જીવનની જરૂરિયાત, ફેશનપરસ્તી અને અસંતુષ્ટ વૃત્તિ એવી તે બેમર્યાદા વધી જાય છે કે એને પૂરી કરવા માટે ન માલુમ કેટકેટલાં છેટાં-નકામાં કામ કરવાં પડે છે! અત્યારની સુધારેલી ગણાતી દુનિયાની દષ્ટિએ પછાત, અશિક્ષિત અને અસંસ્કારી લેખાતા કચ્છ કે એના જેવા પ્રદેશો સુખશાંતિથી રહેવા-જીવવા માટે તેમ જ જીવનસ્પશી ધાર્મિકતા અને માનવતાને ખીલવવા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy