________________
નમન કચ્છની ધરતીને
પરદેશી રાજ્યમાંથી પણ, ક્યારેક ક્યારેક આક્રમણ થતાં રહ્યાં છે, અને તેથી આવાં આક્રમણોની
જ્યાંથી શક્યતા હોય એવા સ્થાનના ત્રિભેટે ડુંગરાળ તેમ જ ધરતીના કિલાઓ સમયે સમયે રચાતા તથા જીર્ણોદ્ધાર પામતા રહ્યા છે. અને છતાં, બધા નહીં તે મોટા ભાગના કચ્છના વતનીએમાં એક પ્રજા તરીકેની ખુમારી, ભાવના અને એકસૂત્રતા જળવાતી રહી છે.
ધર્મભાવના, ધર્મસ્થાને અને ધાર્મિક સુમેળ આમ થવામાં, બીજા બીજા કારણેની સાથે, કચ્છની પ્રજામાં પ્રવર્તતી ધર્મની ભાવના, ધાર્મિક એખલાસ તથા હિંદુ અને મુસ્લિમ ધર્મો વચ્ચે પણ સચવાયેલી સહિષ્ણુતાની લાગણીઓ અગત્યનો ભાગ ભજવ્યો છે. તેથી જુદા જુદા ધર્મોનાં નાનાં-મોટાં દેવમંદિરે, ધર્મસ્થાનો તેમ જ યાત્રાધામોની બાબતમાં કચ્છ ભારતનાં અન્ય સમૃદ્ધ અને જાજરમાન સ્થાનોની હરોળમાં બેસી શકે એવી એની સ્થાપત્ય-સંપત્તિ છે, એટલું જ નહીં, એનાં કેટલાંક પ્રાચીન ધર્મસ્થાપત્ય તો ઘણું પ્રાચીન તેમ જ શિલ્પ-સ્થાપત્ય-કળાના શ્રેષ્ઠ નમૂના લેખાય એવાં છે. કચ્છમાં જુદા જુદા ધર્મો વચ્ચે તેમ જ. એક જ ધર્મના જુદા જુદા ફિરકાઓ, સંપ્રદાય કે ગચ્છો-પક્ષે વચ્ચે પ્રવર્તતો એખલાસને ગુણ આજે પણ, એકંદરે, દાખલારૂપ બની રહે એ છે.
નિભાવનાં સાધનો કચ્છને, કુદરતના કાયમી કેપની જેમ, વીંટળાઈને પડેલે અમાપ રણને પ્રદેશ તે કંઈ રોજીરોટી આપી શકે એવું છે નહીં અને અંદરની વિશાળ ધરતી પણ, વરસાદના રુસણને લીધે, ધાન્ય અને જીવન માટે ઉપયોગી એવી ખેતી-પેદાશની ચીજો બહુ જ મર્યાદિત પ્રમાણમાં પેદા કરી શકે છે. એટલે પછી ત્યાંની મોટા ભાગની વસતીને, પિતાના વ્યવસાય અને નિભાવ માટે, એક યા બીજા રૂપમાં, સાગરદેવતાનું જ શરણ સ્વીકારવું પડે છે. પોતપોતાની સૂઝ, સગવડ અને સંસ્કાર-પરંપરાને લીધે કેઈકે દરિયાની મીઠા જેવી જુદી જુદી પેદાશોને વેપાર ખેડીને પિતાને ગુજારો કરવા માંડયો; કેઈકે વહાણે મારફત માલ-સામાનની આયાત-નિકાસ કરીને કચ્છને બંદરી વિકાસ કરવાની સાથે સાથે પિતાનો અને કચ્છની પ્રજાના ભાગ્યને પલટ કરવાનો પુરુ
૮. કેરાકોટા, ટાય, કંથકોટ, ભદ્રેશ્વરનાં બધા ધર્મોનાં સ્થાપત્ય, ચાખડા, બંગગામ, ધીણોધર, અંજારમાં ભડેશ્વર તથા જુદા જુદા ધર્મોનાં સ્થાને, નારાયણસર, કેટેશ્વર, ભુજની છતેડીઓ, ભૂઅડ, પુંઅરાને ગઢ, ભુજી કિલ્લે, અબડાસા તાલુકાની જૈન પંચતીર્થી, રવ ગામનું રવેચી માતાનું મંદિર, માતાને મઢ જેવાં અનેક દેવસ્થાને શિલ્પકળાના ઉત્તમ નમૂના દાખવે છે
૯. કરછનાં કેટલાંક દેવસ્થાને જુદા જુદા ધર્મોના મિલનસ્થાન જેવું ગૌરવ તે ધરાવે છે જ, પણુ કરછની લોકભાષામાં પણ આ ભાવનાનો સંગમ થયેલો જોવા મળે છે, દા.તહિંદુ ધર્મના સંતો માટે પણ પીર” શબ્દને પ્રયોગ થયેલું જોવા મળે છે. ધરમનાથ અને એમના શિષ્ય ગરીબનાથ પીર તરીકે જ જાણીતા છે. એ જ રીતે જૈન સંધના જુદા જુદા વર્ષો વચ્ચે પણ અહીં દાખલારૂપ એખલાસ અને એકતા પ્રવર્તે છે. કચ્છની આ વિરલ વિશેષતા કદાચ એના અભ્યાસને પછાતપણાને પણ આભારી હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org