SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ કચ્છનું નામ લઈ એ અને અમાપ રણ અને વિશાળ સાગરનું સ્મરણ થઈ આવે એવી એકરૂપતા અને સગાઈ એ બે સાથે એની બંધાઈ ગઈ છે. એનો ઉત્તર અને પૂર્વ દિશાને આખે ભાગ અને દક્ષિણ તથા પશ્ચિમ દિશામાં પણ એને અમુક અમુક ભાગ રણથી ઘેરાયેલા છે તે એની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં રત્નાકર સાગરનાં ઘૂઘવતાં જળ એના ચરણ પખાળતાં રહે છે. એની દક્ષિણમાં કચ્છના અખાતની રખેવાળી છે, તે દક્ષિણ અને પશ્ચિમનો ભાગ અરબી સમુદ્રથી સુરક્ષિત અને શોભાયમાન બન્યો છે. અને ઉત્તરમાં, લખપતના બંદરમાં, કેરીનાળનાં પાણીની ભરતી-ઓટ વહ્યા જ કરે છે. વળી, કચ્છની ધરતી જાણે વરુણ દેવની અણમાનીતી રાણી હોય એમ, ત્યાં વરસાદ પણ બહુ જ ઓછો અને અનિયમિત પડતા રહેવાથી આ ભૂમિ જાણે દુષ્કાળની કીડાભૂમિ બની ગઈ છે ! કાળા, પથરિલા, સૂકા ડુંગરાઓ અને રેતાળ મેદાન જેવી જળ વગરની સરિતાઓ પણ કચ્છમાં જ્યાં ત્યાં જોવા મળે છે. આને લીધે પ્રજાને રણના ઝંઝાવાતોનો સામનો કરવા માટે, દરિયાને ખેડવાનાં સાહસે કેળવવા માટે અને દુષ્કાળ કે બીજાં ગમે તેવાં સંકટોની સામે ટકી રહેવા માટે હમેશાં પોતાનાં તન અને મનને ખડતલ અને દઢ બનાવવાં પડે છે. આને લીધે કચ્છની પ્રજા મહેનતકશ, બહાદુર, સાહસિક અને સાથે સાથે નિખાલસ, ભલી-ભેળી અને સરળ પ્રકૃતિની જોવા મળે છે. ઓસવાળ જેવી વણિક કોમ પણ, કેઈપણ જાતના અણગમા, થાક કે સંકોચ વગર, ખેડૂત તરીકેની કામગીરી સાવ સ્વાભાવિક રીતે કરે છે, તે આ કારણે જ. કચ્છની પ્રજા માટે, અતિશયોક્તિ વગર, એમ જરૂર કહી શકાય કે એ બુદ્ધિ અને તર્કના બળે ભલે વાતો વધુ ન કરી શકતી હોય અથવા આવી ઠાલી વાતો કરવા એ ભલે ટેવાયેલી ન હોય, પણ એ હૈયાઉકલત, કાર્યદક્ષતા અને ગમે તે ભેગે લીધેલ કાર્યમાં સફળ થવા માટેની હિંમત તથા સાહસિક્તા તે પૂરેપૂરી ધરાવે છે. એણે દેશ-વિદેશમાં મેળવેલી નામના અને સફળતાની આ જ ચાવી છે. વળી, કચ્છના નારીવર્ગના પરિચયમાં આવનાર સહુદય વિચારકના અંતરમાં મોટે ભાગે એવી છાપ પડ્યા વગર નહીં રહેવાની કે એને દેહની નમણાશ, બુદ્ધિની ચતુરાઈ અને હૈયાની હામનું વરદાન સાવ સહજપણે મળેલું હોય છે. અને આવી બધી બાબતોના પ્રાચીન સમયના, ઇતિહાસકાળના અને આપણું જ નજર સામે ઘડાઈ રહેલ વર્તમાન સમયના પણ સંખ્યાબંધ દાખલાઓ મળી શકે એમ છે. કચ્છના પ્રજાજીવનની કે ઇતિહાસની આછી-પાતળી વિગતે પણ જ્યારથી મળે છે, ત્યારથી રાજકારણી કાવાદાવા, લડાઈ-ઝઘડા, છળ-પ્રપંચ, આક્રમણ-પ્રતિઆક્રમણ તથા ખૂન-દગાબાજી જેવી ઘટનાઓ, બીજા સ્થાનો કે રાજ્યની જેમ જ, બનતી રહી છે. વળી, સિંધ જેવા પડોશના ૭, કરછના વતનીઓના સંસાર-વ્યવહારમાં નજર કરીએ તો તરત જ ખ્યાલ આવે કે ત્યાં મહિલાઓનું કેટલું ચલણ અને વર્ચસ્વ છે; અને ક્યારેક તે વહેવારની તથા વેપારની ગૂંચ ઉકેલવામાં પણ એમની હૈયાઉકલત ખૂબ ઉપયોગી થઈ પડે છે. અને સ્વતંત્રતાની અહિંસક લડાઈના સમયમાં એમણે જે હિંમત અને સાહસ દાખવ્યાં હતાં એ તો કરછના નારીસમાજની શ્રદ્ધા, ભક્તિ અને બુદ્ધિની કીતિકથા બની રહે એવાં છે. કોઈ કે આ કથાઓ એકત્ર કરીને લખવા જેવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy