SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ ખુશાલ બનીને, પિતાના હાથ અને પગને ઉછાળવાની મસ્તીભરી મોજ માણી રહ્યું હોય અને બીજાઓને પિતાના આનંદના સહભાગી બનાવતું હોય એવું કંઈક આહલાદકારી ચિત્ર જોતાં હેઈએ એમ લાગે છે. | નાના સરખા કચ્છના વિભાગમાં હજી પણ એવી કેટલીય આગવી વિશેષતાઓ સચવાઈ રહી છે કે જે એને એક સ્વતંત્ર એકમ જેવું ગૌરવ અને બળ સહેજે અપાવી શકે. અને છતાં એણે આપણા દેશના અવિભાજ્ય અંગ બની રહેવાનું પસંદ કર્યું, એમાં બનેનાં ગૌરવ અને શોભા રહેલાં છે; અને સમયનાં એધાણને પારખીને, એમ કરવામાં કચ્છનાં શાસકો અને પ્રજાજનોએ દીર્ધદષ્ટિ અને શાણપણ દાખવ્યાં છે. શીલ, સમર્પણ અને સાહસની ધરતી કચ્છની ધરતીને ઈતિહાસ અને તેના અસ્તિત્વની કથા છેક પુરાણકાળ સુધી વિસ્તરેલાં છે. અને અનેક સંતો-મહાત્માઓ, સતીઓ-સન્નારીએ, શૂરવીરો અને સાહસિક, સાગરખેડૂઓ ૨. કનફદાઓના સંપ્રદાયના આદિ પુરુષ મનાતા સંત ઘરમનાથ; એમના શિષ્ય ગરીબનાથ; કંથોટના વિખ્યાત કિલ્લા સાથે જેમનું નામ એકરૂપ થઈ ગયું છે તેની કાંથડનાથ; કચ્છના જાડેજા રાજવંશની (મહારાઓ શ્રી ખેંગારજી બાવાની) ગાદીની સ્થાપનાના પાયામાં જેમની સેવાઓ અને શક્તિ પડેલી છે, તે ગોરજી (યતિ) શ્રી માણેકમેરજી; અંચળ ગરછના પ્રભાવક આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિ, શૌર્ય, શૃંગાર અને સંયમ-વૈરાગ્યના ત્રિવેણુસંગમ સમાં અમર નર નાર જેસલ-તોરલ ( જેસર-તુરી ) કચ્છની ધરતીની જ વિભૂતિઓ છે. અને જેમના સેવાવ્રત, સંયમવ્રત અને સર્વ પ્રાણીવાત્સલ્યના અને અંતરમાંથી સહજભાવે વહી નીકળેલી ધર્મવાણીના સંસ્કારની અમિટ છાપ આજે પણ કરછની પ્રજાના માનસ ઉપર પડેલી જોવા મળે છે, તે મેંકણ દાદાની તો શી વાત કરવી ! યમરાજાના જડબા સમાં કરછના અફાટ અને કરાળ રણુમાં ભૂલા પડેલા માનવીઓને માર્ગ બતાવીને એમને મતના મેમાંથી ઉગારી લેવાની કેળવણી પિતાના બે પશુ-સાથીઓને-કૂતરા મોતિયાને તથા ગધેડા લાલિયાને-આપ જાણનાર એ સંત પુરુષની કુશળતા અને કરુણપરાયણતાની જોડ મળવી મુશ્કેલ છે. એમની સીધી-સાદી અને હૈયાને સ્પર્શી જાય એવી વાણુની અમૃતસરિતાનું થોડુંક આચમન કરીએધનની તૃષ્ણા કેરિયું કેરિયું કુરે કરે, કરીયેં મેં અય ; મરી વેંધા માડુઓ ! મેં મેં પોંધી ધૂડ, (હે માનવીઓ ! પૈસા પૈસા શું કરે છે? પૈસામાં તે ફૂડ-કપટને વાસ હોય છે અને અંતકાળે તે મેંમાં ધૂળ જ પડવાની છે. ) મને પ્રિય કેં કે વલિયું કેરિયું, મેં કે વલા વેઢ; વહેંકના વલા મુંકે, ઢાઢી ખ્યા દે. (ઈને પૈસા વહાલા છે, કોઈને કપડાં-ઘરેણું વહાલાં છે; પણ મને તો ઢાઢી અને ઢેઢ જેવા અછૂત જને વહાલા કરતાંય વહાલા છે.) (ઢાઢી એટલે શરણાઈ વગાડનાર.) ભલાઈઃ ભલે કરીધે ભલે, ભુછ કરીધે ભુછે; પધરી-પરગટ ગાલ ઈ, મુંકે કુલા પુછો? (નં. ૩, ૪ની પદને પાંચમા પાનામાં આપી છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy