________________
નમન કચ્છની ધરતીને
“કચ્છડો બારે માસ”૧ –કચ્છ દેશમાં અને એનાં સીધાં-સાદા-સરળ માનવીઓનાં હૈયાંમાં ઘરવાસ કરીને રહેલી ભલાઈ, જાણે અમરપણુનું અમૃતપાન કરીને અવતરી હોય એવી, સદાજીવી છે; અને સમયની અસરના ઘસારા એને ભાગ્યે જ સ્પશી શકે છે. આ ભાવની કવિની આર્ષ વાણી સમી આ નાની સરખી પંકિત કચ્છની ધરતીની અને કચ્છમાં વસતી પ્રજાની પ્રકૃતિની કેવી મનમોહક અને સાચી પ્રશસ્તિ સંભળાવી જાય છે!
દુનિયાના વિશાળ નકશા ઉપર નાનકડા કચ્છને નિહાળીએ અને જાણે અફાટ સિંધુનું એકાદ બિંદુ સાંભરી આવે. પણ એ બિંદુ તેજભર્યું બિંદુ છે, એવો ખ્યાલ, એને નજીકથી નીરખવાને પ્રયત્ન કરતાં, આવ્યા વગર ન રહે. કચ્છના ક્ષેત્રફળને ખ્યાલ “ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” ભાગ ૧, પૃ. ૪માં રજૂ કરવામાં આવેલ આ આંકડાઓ ઉપરથી આવી શકે છે?
કચ્છને કુલ વિસ્તાર લગભગ ૪૪,૧૮૫૪. કિ. મી. (૧૭,૦૬૦ ચો. મા.) હતો, તેમાં મુખ્ય ભૂમિને વિસ્તાર ૨૦,૮૭૫-૪ ચો. કિ. મી. (૮,૦૬૦ ચો. મા.) છે, જ્યારે રણનો વિસ્તાર લગભગ ૨૩,૩૧૦ ચો. કિ. મી. (૯,૦૦૦ ચો. મા.) હતો.”
આ રીતે જે ભૂમિ-પ્રદેશને અરધા ઉપરાંતનો ભાગ અફાટ રણથી રોકાયેલો હોય એની પ્રજાની રહેણીકરણી મહેનતકશ, ખડતલ અને આળસમુક્ત હોય એમાં શી નવાઈ?
હિંદુસ્તાનના નકશામાં કચ્છનાં દર્શન કરીએ છીએ અને જાણે અસંખ્ય તારાઓથી મઢેલા વિશાળ આકાશને એકાદ નાનું સરખે ખૂણે ઝગમગતા તારાઓના ઝૂમખાથી શોભી રહ્યો હોય એ આભાસ થાય છે.
અને એ નકસાની વધારે નજીક જઈને કચ્છના પિતાના કલેવરને જોવા-જાણવાની કોશિશ કરીએ તો તો કોઈ અનેરુ દશ્ય નજર સામે ખડું થાય છે. જાણે કેઈ નારી પોતાનો એક બાજુને પાલવ પ્રસારીને ખડી હોય, કંઈક આવી આકૃતિને મળતા આવતા હિંદુસ્તાનના નકશામાં, એ માતાની નજર સામે, કેઈ તંદુરસ્ત અને ભરાવદાર શરીરવાળું બાળક, ૨મતે ચડીને અને ખુશ
૧. જુદાં જુદાં સ્થાનેની જુદી જુદી ઋતુઓની સારપને ખ્યાલ આપતો આ દુહ ખૂબ પ્રચલિત છે; એ દુહે આ પ્રમાણે છે:
શિયાળે સોરઠ ભલે, ઉનાળે ગુજરાત;
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ. જાણે આ દુહાના છેલ્લા પાદમાં કચ્છની ધરતીની પ્રકૃતિની અને કચ્છની માનવજાતિની પ્રકૃતિની ભલમનસાઈ અને મધુરતા કવિએ છલકાવી દીધી છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org