________________
२२२
શ્રી પાર્શ્વનાથજીના દેરાસર સાથે એક પુસ્તકભડાર પણ છે.૨૦ આ ચાર દેરાસરા ઉપરાંત મુંદ્રામાં અ‘ચળગચ્છના ગુરુ હું જીની પાદુકાવાળી છત્રી છે. એના ઉપર તેવિ॰ સ‘૦ ૧૭૯૭ના માગસર વદ્મ ૧૦ના સ્વર્ગવાસી થયાના લેખ કાતરલા છે.૨૧
ભુજપુર—અહીં વિ॰ સં॰ ૧૮૯૮નુ' શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર તથા ગ્રંથભ‘ડાર છે. અમે ગયા ત્યારે આ દેરાસરની બાજુમાં એક બે માળનું નવું માઢું દેરાસર બંધાતું હતુ. હવે તેા એની પ્રતિષ્ઠા પણ થઈ ગઈ હશે.
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
માટી ખાખર્—અ' ગામમાં શ્રી શત્રુંજયાવતાર નામે શ્રી ઋષભદેવ ભગવાનનુ‘ વિશાળ જિનાલય છે. એની પ્રતિષ્ઠા ઉપાધ્યાય શ્રી વિવેકહ ગણિએ વિ॰ સં૦ ૧૬૫૯ ના ફાગણ ૧૦ના રાજ કરી હતી. આ પ્રતિષ્ઠા-મહે।ત્સવ સ'ખ'ધી એક માટા શિલાલેખ આ દેરાસરમાં લગાડવામાં આવ્યે છે. તેમાં શ્રી વિવેકહષ ગણિની પ્રભાવકતા સૂચવતી તથા બીજી પણ જાણવા જેવી માહિતી આપવામાં આવેલ હોવાથી, એ શિલાલેખ ઇતિહાસ અને પુરાતત્ત્વના અભ્યાસીએ માટે ઉપયાગી સામગ્રી પૂરી પાડે છે. આ શિલાલેખમાં એવી પણ માહિતી નેાંધવામાં આવી છે કે, કચ્છના રાજવી શ્રી ભારમલજીએ, શ્રી વિવેકહું ગણિ પ્રત્યે પેાતાની ભક્તિ દર્શાવવા, ભુજનગરમાં, શ્રી રાયવિહાર નામે શ્રી ઋષભદેવ ભગવાનનું જિનાલય ખધાવ્યુ હતુ.૨ ૨૨ આ હકીકત રજૂ કરતા આ શિલાલેખમાંના લેક આ પ્રમાણે છે—
किंचास्मद्गुरुवनिग तमहाशास्त्रामृताब्धौ रतः सर्वत्रमित मान्यतामवदधे श्रीमयुगादिप्रमेाः । तद्भक्त्यै भुजपत्तने व्यरचयत् श्रीभारमलप्रभुः, श्रीमद्राय विहार नामजिनपप्रासादमत्यद्भुतम् ॥ ३ ॥
નાની ખાખર—અહીં શ્રી ચિ'તામણિ પાર્શ્વનાથનુ' સુંદર દેરાસર છે. દડા-ગામમાં શ્રી આદીશ્વર ભગવાનનું પાંચ શિખરાથી શેાલતુ વિશાળ અને ભવ્ય દેરાસર છે. અહી' ગામ મહાર, સામેની દિશામાં, સડકની બીજી બાજુ, એક સાધના-આશ્રમ છે, એમાં ઉત્તમ પુસ્તકેાનું એક માટુ' પુસ્તકાલય છે, અને ત્યાં કેટલાક સાધકો રહે છે.
(વખતના અભાવે અમે માટી ખાખર, નાની ખાખર અને ખીદડા ગામની મુલાકાત લઈ શકયા ન હતા; ફક્ત બીદડાના સાધના-આશ્રમની મુલાકાત અમે લીધી હતી.)
૨૦. “ જૈન તીર્થાંસ સંગ્રહ '', ભા૰ ૧, પૃ૦ ૨૮૧,
kr
૨૧. “ આકયોલોજિકલ સર્વે` ઓફ વેસ્ટન ઈન્ડિયા ઃ રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ એક્ કાઠિયાવાડ એન્ડ કચ્છ ", પૃ ૨૦૫
Jain Education International
..
૨૨. સંસ્કૃત ભાષાનો આ સંપૂર્ણ શિલાલેખ મુનિરાજ શ્રી સવિજયવિરચિત “ પ્રશ્નોત્તરપુષ્પમાળા ’ (૦ ૨૩૯-૨૬૨)માં ગુજરાતી અનુવાદ સાથે છપાયેલ છે. તેમ જ મુનિરાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) લિખિત “ જૈન તીર્થોનો ઇતિહાસ '' (પૃ૦ ૧૪૯)માં પણ આ મૂળ લેખ છપાયો છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org