________________
२२३
કચ્છની મેટી તથા નાની પંચતીથી
માંડવી-કચ્છનો વિચાર આવતાં જ જે શહેરનું સ્મરણ થઈ આવે છે, એમાંનું માંડવી પણ એક છે. અને એ અત્યારે પણ કચ્છનું ચાલુ અને નામાંકિત બંદર છે. જેનધર્મનું આ મોટું કેન્દ્ર છે. અહીં સાત દેરાસરો છે. એમાં શહેરમાં શ્રી મહાવીર સ્વામીનું, શ્રી ધર્મનાથજીનું, શ્રી શીતળનાથજીનું અને શ્રી શાંતિનાથજીનું-એમ ચાર દેરાસરે આવેલાં છે. આમાં તપગચ્છ, અંચળગચ્છ અને ખરતરગચ્છ, એ ત્રણે ગ૭નાં દેરાં છે. બંદર ઉપર શ્રી અજિતનાથનું દેરાસર છે. પુલના શહેર તરફના છેડે દાદાવાડી છે અને એમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. અને પુલ પાર કરીને થોડે દૂર જઈએ એટલે શ્રી મેઘજી સેજપાળ જૈન આશ્રમ આવે છે. એમાં શ્રી શાંતિનાથ ભગવાનનું સુંદર અને વિશાળ જિનમંદિર છે. આ આશ્રમ એ માનવસેવાનું અનોખું તીર્થ છે. એમાં અઢીસ જેટલાં નિરાધાર, અશક્ત અને વૃદ્ધ ભાઈઓ-બહેનને સુખ-આરામપૂર્વક રાખવામાં આવે છે. જૈન સંઘમાં અજોડ કહી શકાય એવું આ માનવસેવાના ધ્યેયને વરેલું તીર્થ છે. માંડવીમાં ધર્મશાળા, ભોજનશાળા, જન વાડી, પાઠશાળા, ઉપાશ્રયો અને કેટલાક હસ્તલિખિત ભંડારો પણ છે.
માંડવીની યાત્રા સાથે કચ્છની નાની પંચતીર્થની યાત્રા પૂરી થઈ. હવે જૈન સંઘની દષ્ટિએ વિશિષ્ટ ગણાય એવાં કેટલાંક સ્થાને-શહેરો-ગામે-નાં નામ જોઈ એ.
બીજાં કેટલાંક સ્થાને
પાટનગર ભુજ-કચ્છની રાજધાનીના આ શહેરમાં વાણિયાવાડમાં તપગચ્છનું શ્રી આદીશ્વર ભગવાનનું, અંચળગચ્છનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું અને ખરતરગચ્છનું શ્રી શાંતિનાથ ભગવાનનું-એમ નજીક નજીક ત્રણ દેરાસરો છે. ત્રણે શિખરબંધ છે. તપગચ્છના દેરાસરમાં શ્રી વિજયાનંદસૂરિજી (શ્રી આત્મારામજી)ની તથા શ્રી ખાંતિવિજયજી દાદાની; અંચળગચ્છના જિનાલયમાં શ્રી કલ્યાણસાગરસૂરિજી તથા શ્રી ગૌતમસાગરસૂરિજીની; અને ખરતરગચ્છના જિનમંદિરમાં શ્રી જિનરત્નસાગરસૂરિજી અને શ્રી જિનઆનંદસાગરસૂરિજીની છબીઓ ચીતરેલી છે. ગામ બહાર ખરતરગચ્છની દાદાવાડી છે, તેમાં જિનમંદિર, પગલાં તથા ઘંટાકર્ણની સ્થાપના કરેલી છે. વળી અહીં અંચળગચ્છની મોટી પિસાળ છે, એમાં અમે (તા. ૨૨-૩-૧૯૭૫ ના રોજ ) યતિશ્રી ભદ્રમેરજીને મળ્યા હતા. તેઓએ અમને આ ગચ્છના ચરાડવા ગામના યતિ શ્રી માણેકરજીએ રા' ખેંગારજીને આપેલી મોટી સાંગ તથા સ્ફટિકની શ્રી અંબાજી માતાની મૂર્તિનાં દર્શન કરાવ્યાં હતાં. આ પિસાળમાં નાનું જિનમંદિર છે. ભુજમાં ધર્મશાળા, પાઠશાળા, ભેજનશાળા, પાંજરાપોળ છે. - બીજા સ્થાને – ભુજ ઉપરાંત કચ્છમાં ભચાઉ, અંજાર, કોડાય, કટારિયા, વિંઝાણ, લાકડિયા, દેશલપુર, નાના આસંબિયા, મોટા આસંબિયા, દુર્ગાપુર, મેરાઉ, ડુમરા, હાલાપુર, સાભરાઈ, કોટડા, આઈ મનફરા વગેરે સ્થાનેનાં દેરાસરે પણ દર્શનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org