SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છની માટી તથા નાની પચતીથી ૧ જ ( સાંધાણુના વિ॰ સ’૦ ૧૯૧૦ના દેરાસર ઉપરાંત ) આવા પાંચ પાંચ આલીશાન, મનેાહર અને ગગનચૂ’બી જિનપ્રાસાદો સ્થપાયાં અને એ તાલુકાને કચ્છની માટી જૈન પ`ચતીથા'ની ભૂમિ બનવાનુ' ગૌરવ અપાવી ગયા. આને સમયને, શ્રદ્ધાવાન શ્રાદ્ધરનેાની ઉદારતાના અને મુબઈની અઢળક કમાણીને જ પ્રતાપ સમજવા જોઇ એ. એ સમય કેવા ધમભાવના અને ધર્મ પ્રભાવનાના પ્રેરક હશે ! ધન્ય એ સમય, ધન્ય એ ઉદારતા અને ધન્ય એ સ'પત્તિ ! આજે પણ એ તીર્થાંનાં ભવ્ય જિનપ્રાસાદેની છબી અંતર ઉપર અંકિત થયેલી છે, અને ચિત્તમાં ભક્તિભાવને જગાડે છે, ૧૯ હવે કચ્છની નાની પ ́ચતીથી તરીકે જાણીતાં તીર્થં સ્થાનાના બહુ જ સંક્ષેપમાં પરિચય મેળવીએ. *ચ્છની નાની પંચતીથી કચ્છની નાની જૈન પચતીથી નાં જિનમંદિશ આ પ્રમાણે પાંચ ગામામાં આવેલાં છે (૧) મુદ્રા, (૨) ભુજપુર, (૩) માટી ખાખર તથા નાની ખાખર, (૪) મીડા, અને (૫) માંડવી. આમાં નાની ખાખર અને માટી ખાખર એ ખરી રીતે જુદાં જુદાં ગામા છે, એટલે ખરી રીતે, આ પંચતીથી નાં ગામાની સખ્યા પાંચના ખલે છ થાય છે. આ છ ગામ મુદ્રા અને માંડવી તાલુકામાં આવેલાં છે. અને બન્નેમાં આ પ્રમાણે ત્રણ ત્રણ ગામાના સમાવેશ થાય છે : મુદ્રા, ભુજપુર અને માટી ખાખર મુ`દ્રા તાલુકામાં છે; અને નાની ખાખર, બીદડા અને માંડવી માંડવી તાલુકામાં છે. અમે કચ્છની માટી તથા નાની પંચતીથી'ની યાત્રાએ ભદ્રેશ્વરથી તા. ૧૯-૩-૧૯૭૫ બુધવારના સવારના રવાના થયા હતા. મુંદ્રા-કિલ્લાથી સુરક્ષિત આ ખંદરી શહેર—એની સુંદર રચના અને ઈમારતાને કારણે, કચ્છતુ' પેરીસ ગણાય છે. શહેરમાં આ પ્રમાણે ચાર દેરાસર છે . (૧) શ્રી શીતલનાથનું બે માળનું આલીશાન દેરાસર; એની પ્રતિષ્ઠા એકસે વર્ષ પહેલાં, વિ॰ સ’૦ ૧૯૩૩માં થઈ હતી. (ર) એની ખાજીમાં ડાબી તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું આશરે સવાસાવ ઝૂનુ શિખરખધ દેરાસર છે. (૩) મહાવીરવાસીનું શિખરબંધ દેરાસર છે, જે આશરે ખસેા વર્ષ જેટલુ* જાનુ' છે, અને (૪) શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર છે. અહીં ૧૯ પાંત્રીસ વષૅ પહેલાં, વિ॰ સં૰ ૧૯૯૮ની સાલમાં, પ્રકાશિત થયેલ “ મારી કચ્છ યાત્રા ” (પૃ૦ ૧૪૮)માં, એના લેખક પરમપૂજ્ય મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે, આ પંચતીથો નો મહિમા વર્ણવતાં, થોડા શબ્દોમાં, યોગ્ય જ કહ્યું છે કે— “ અબડાસાનાં પાંચ તીર્થી બહુ પ્રાચીન તો ન કહેવાય, લગભગ ૧૦૦-૧૨૫ વર્ષોંની અંદર અંદરનાં છે, છતાં વિશાળતાની દૃષ્ટિએ, સુંદરતાની દૃષ્ટિએ આ તીર્ઘા ધણાં જ દનીય છે, દરેક મંદિરમાં સેંકડો મૂતિઓ છે એ મૂર્તિઓની ભવ્યતા પણ ખરેખર આનદ્દ ઉપજાવે છે.’’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy