SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ પુનિતશેખર અને ભક્તિશેખરે તેરામાં આવી પિશાળ બંધાવી, જેને કચ્છના રાજ્ય તરફથી આશ્રય મળેલું, તથા સં. ૧૮૭૮ના માગશર સુદી ૬ ને સામે શ્રી શામળા પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું, જેની પ્રતિષ્ઠા વખતે રાજેન્દ્રસાગરસૂરિ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના રંગમંડપના કાચ ઉપર સુંદર ચિત્રકામ કરેલું છે. ગોખલામાં શિલા પ્રશસ્તિ છે. ત્રણ વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે જિનાલય બંધાવ્યું હતું એમ જૈન તીર્થ,” ભા. ૧, પૃ૦ ૧૪માં ઉલ્લેખ છે."૮ ઉપરના ઉલેખમાં સૂચવ્યા પ્રમાણે, આ જિનાલય, આશરે ત્રણ વર્ષ પહેલાં, યતિશ્રી હીરાચંદજીએ બંધાવ્યું હતું એમ માનીએ તે અતિ શ્રી ભક્તિશેખરજીએ એ (જી) મંદિરને એ નખશિખ (આમૂલચૂલ) જીર્ણોદ્ધાર કરાવ્યું હશે કે જેથી એમને એ મંદિર નવું બંધાવ્યા જેટલો યશ મળ્યું હશે. * દેરાસરના ગભારામાં પધરાવવામાં આવેલ પગલાં ઉપર વિ. સં. ૧૮૭૮ ને લેખ કેતરેલ છે, જે આ મંદિરની પ્રતિષ્ઠાના વર્ષ સાથે મળતું આવે છે. મંદિરની અંદર શ્રી વિવેકસાગરસૂરિજીની તથા શ્રી પૂજ રતનસાગરજીની છબીઓ ચીતરેલી છે, જે કંઈક ઘસાઈ ગઈ છે. તેરામાં ધર્મશાળા છે. તેરા ગામ નિર્ભેળ રાષ્ટ્રીય ભાવના ધરાવતા અને રાષ્ટ્રની આઝાદીની લડતના એક સમર્થ અને નિષ્ઠાવાન સૈનિક, મુંબઈનિવાસી શ્રીયુત ભવાનજીભાઈ અરજણ ખીમજીની જન્મભૂમિ તરીકેનું ગૌરવ ધરાવે છે. ગામ ફરતે મજબૂત ગઢ છે અને ગામની ભાગોળે ખેડાયેલા પાળિયા વગેરે પુરાતત્ત્વના અભ્યાસીઓને સંશાધન-પ્રેરક સામગ્રી પૂરી પાડે છે. | તેરાતીર્થની યાત્રા સાથે અબડાસા તાલુકાની વિખ્યાત જૈન પંચતીર્થની અમારી યાત્રા પૂરી થઈ અને એ દિવસે (તા. ૨૦-૩-૧૯૭૫ના રેજ) સાંજે અમે તેરાથી રવાના થઈને ભુજ પહોંચી ગયા. આ પંચતીથીનાં જિનાલયની સ્થાપનાનો સમયકમ આ પ્રમાણે છે: સુથરી વિ. સં. ૧૮૯૬માં, નલી આ વિ. સં. ૧૮૯૭માં, જખૌ વિ. સં. ૧૯૦૫માં તેર વિ. સં. ૧૯૧૫માં; અને કોઠારા વિ. સં. ૧૯૧૮ માં. આ વિગતે ઉપરથી જોઈ શકાય છે કે, વિસં. ૧૮૯૬ અને વિ. સં. ૧૯૧૮ વચ્ચેના ફક્ત ૨૨ વર્ષ જેટલા ટૂંકા સમયમાં એક્લા અબડાસા તાલુકામાં ૧૮, આ જ “અંચળગછ દિગ્દર્શન” (ફકર ૨૨૮૪)માં આ દેરાસર અંગે આ પ્રમાણે માહિતી આપવામાં આવી છેઃ “કચ્છમાં તેરાને શ્રી શામળા પાર્શ્વનાથજીના જિનાલયની પ્રતિષ્ઠા રાજેન્દ્રસાગરસૂરિની નિશ્રામાં થઈ. સં. ૧૮૭૮ના માગસર સુદી ૬ ને સોમવારે આ જિનાલયની પ્રતિષ્ઠા થઈ. પુનિતશેખરના શિખ્ય ભક્તિશેખરના ઉપદેશથી જિનાલયનું નિર્માણ થયેલું.” બીજું, આ પુસ્તકના ઉપર ટકેલ ૨૨૯૭મા ફકરાના અંતમાં “જૈનતીર્થ ", ભા૧, પૃ૦ ૧૪ એમ લખ્યું છે કે, મારી સમજ મુજબ, “જૈન તીર્થ સર્વ સંગ્રહ, ભા૧, પૃ૦ ૧૪૩” એમ હોવું જોઈએ, કારણ કે, એ ગ્રંથમાં આ દેરાસર અંગે લખ્યું છે કે, “લગભગ ત્રણસો વર્ષ પહેલાં ગોરજી હીરાચંદ તારાચંદે આ મંદિર બંધાવેલું છે. ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001061
Book TitleBhadreshwar Vasai Mahatirth
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Tirth
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy